સુરત પોલીસની અપીલથી વિવાદ:કાર્યક્રમ ભાજપનો 'ને હાડમારી લોકોને, ઉધના દરવાજાથી અઠવા ગેટ સુધીના મુખ્ય રસ્તે લોકોને ન નીકળવા કહ્યું

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસની અપીલથી વિવાદ પાલ-અડાજણ-રાંદેરના હજારો લોકોને 4 કિમી ફરવું પડશે
  • 3 હોસ્પિટલોના દર્દીઓને પણ અટવાવવું પડશે

24મીને બુધવારે શહેરના વનિતાવિશ્રામ ગ્રાઉન્ડ પર ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ માટે પોલીસે ઉધના દરવાજાથી અઠવા ગેટ સુધીના માર્ગને વાહનચાલકો માટે બંધ રાખવા અપીલ કરી છે, જેને કારણે લોકોને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

  • શહેરના રિંગ રોડ પર ટેક્સટાઈલના ધંધા સાથે સંકળાયેલા લોકો કે જેઓ અડાજણ, રાંદેર, પાલનપુર પાટિયા વિસ્તારમાં રહે છે તેઓને ઉધના દરવાજાથી ડાબી સાઇડે રોકડિયા હુનુમાન મંદિરથી કેનાલ રોડ થઈને અણુવ્રત દ્વાર થઈને સિટીલાઇટ એસવીએનઆઈટીથી પાલ ઉમરા બ્રિજ થઈને જવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. આમ, લોકોને 3થી 4 કિલોમીટરનો ચકરાવો થશે.
  • રાંદેર અડાજણ તરફથી રિંગ રોડ કે રેલવે સ્ટેશન તરફ આવવા માંગતા લોકોને પણ ઉપરના રૂટથી જ ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં જવાની અપીલ કરાઈ છે, તેથી તેમને પણ 3થી ચાર કિલોમીટરનો ફેરો વધી જશે.
  • રેલવે સ્ટેશનેથી ગોતાલાવાડી ડાબી સાઇડે યુ-ટર્ન લઈને બ્રિજ ચઢીને ચંદ્રશેખર આઝાદ બ્રિજ થઈને તેમજ આંતરિક રસ્તાઓ થઈને આવવા-જવા અપીલ કરી છે, તેના કારણે પણ લોકોને હેરાનગતિનો સામનો કરવો પડશે.
અન્ય સમાચારો પણ છે...