તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઢંઢેરો:​​​​​​​સુરતમાં ભાજપે સંકલ્પપત્ર 2021 જાહેર કર્યું, માળખાકિય સુવિધાની સાથે સાથે આરોગ્ય અને શિક્ષણની સાથે ખાડી ડેવલપમેન્ટની જાહેરાત કરી

​​​​​​​સુરત10 દિવસ પહેલા
 • કૉપી લિંક
સુરત ભાજપ દ્વારા શહેરના વિકાસના માળખાને વધુ મજબૂત કરતું સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
સુરત ભાજપ દ્વારા શહેરના વિકાસના માળખાને વધુ મજબૂત કરતું સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યું હતું.
 • સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે વચનોની લ્હાણી કરી

મહાનગરપાલિકાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પપત્ર રજૂ કરવામાં આવ્યું છે. જેમાં સુરત શહેરને પ્રાથમિક સુવિધાઓ તાપી શુદ્ધિકરણ રિવરફ્રન્ટ શહેરી આરોગ્ય સેવાઓ, પર્યાવરણ સુધારણા, ડુમસ ડેવલપમેન્ટ, માસ ટ્રાન્સપોર્ટેશન, શિક્ષણ સુવિધા સુરત શહેરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો,વિન્ડ પાવર અને સોલાર પ્રોજેક્ટ વિસ્તરણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની સુવિધાઓ, આવાસ યોજનાઓ, રસ્તાઓનો આધુનિકરણ ખાડી ડેવલોપમેન્ટ વગેરે તમામ મુખ્ય બાબતોને લઈને જાહેરાત કરવામાં આવી છે.

તાપી શુદ્ધિકરણની જાહેરાત
નવા સમાવિષ્ટ વિસ્તારોમાં રસ્તા પાણી લાઈટની સાથે જ નવા ગાર્ડન સ્કૂલો તેમજ અન્ય માળખાકીય સુવિધાઓ આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.તાપી નદીના શુદ્ધીકરણને લઈને આગામી દિવસોમાં વધુ પ્રયાસો કરવામાં આવશે. તાપી નદીનું જળ શુદ્ધ કરવા માટે કરોડોની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે ધીરે-ધીરે તબક્કાવાર રીતે આગળ વધી રહી છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું કે, અમે કહ્યું તેના કરતાં વધુ જ કર્યું છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું કે, અમે કહ્યું તેના કરતાં વધુ જ કર્યું છે.

ભાજપ પ્રદેશ પ્રમુખે જાહેરાત કરી
સંકલ્પપત્ર પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં રજૂ કરી જણાવ્યું કે, છેલ્લા 25 વર્ષ દરમ્યાન ભાજપે કરેલ વિકાસના કાર્યોની સૂચિ સંકલ્પપત્રમાં સમાવેશ કરવામાં આવી છે.સુરતમાં સૌથી મોટું તાપી નદીનું શુદ્ધિકરણનું કાર્ય મજૂર કરવામાં આવ્યું છે.તાપીમાં ભળતા અશુદ્ધ પાણીને ટ્રીટ કરવાનું કાર્ય કરવામાં આવ્યું.પાણીની સ્ટોરેજ કેપેસિટીનું કાર્ય કરવામાં આવ્યું છે.સુરતમાં ટ્રાફિક ની સમસ્યાને નિવારવા બીઆરટીએસ પ્રોજેકટ લાવવામાં આવ્યો છે.

ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું.
ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું.

ભાજપ કરીને બતાવે છે-પાટીલ
ગરીબ બાળકો માટે સુમન હાઈસ્કૂલ ની વ્યવસ્થા ઉભી કરી છે. 50 વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યા ઉભી નહીં થાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.2022 પહેલા સુરતમાં મેટ્રો ટ્રેન શરૂ થાય તેવું આયોજન કરવામાં આવ્યું જે કહ્યું છે તેનાથી વધુ કરવા તૈયારી બતાવી છે.કોરોના જેવા સમયમાં સ્મીમેર હોસ્પિટલનો મોટો ઉપયોગ થયો છે.ભારતીય જનતા પાર્ટી વચન આપે છે તે પૂરું કરે છે.

પર્યાવરણ

 • 971 કરોડના તાપી શુધ્ધિકરણ પ્રોજેકટને પૂર્ણ કરાશે, આઉટલેટોનું ગંદું પાણી ટ્રીટ કરી છોડાશે, જળકુંભીથી મળશે રાહત
 • ભાઠાથી કઠોર 33 કિલોમીટર રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટમાં આગળ વધશે, 2 હજાર કરોડની લોન મંજૂર થઇ ગઇ છે

પરિવહન

 • મેટ્રો રેલના અમુક રૂટ શરૂ કરવા આયોજન, ‌BRTS-સિટીબસ સાથે ગ્રીન બસનો વ્યાપ વધારાશે

મનોરંજન

 • ડુમસ ડેવલપમેન્ટ પ્રોજેકટમાં આગળ વધવા ભાર મુકાયો

શિક્ષણ

 • નવા વિસ્તારોની જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓનું આધુનિકરણ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર

 • તમામ હળપતિવાસને ગામતળ સમકક્ષ ગણીને સંપૂર્ણ વિકાસ કરાશે
 • વિન્ડ પાવર/ સોલાર પ્રોજેકટનું વિસ્તરણ કરાશે
 • ઝીરો સ્લમના લક્ષ્યાંક સાથે નવા આવાસ બનાવાશે
 • બાયસિકલ શેરિંગ, પિન્ક ઓટો, મહિલા વેજીટેબલ માર્કેટનો વ્યાપ વધારશે
 • રાજમાર્ગને હેરિટજ તરીકે વિકસાવવાની યોજના
 • કેનાલ/ ખાડી સાથે તળાવોનું ડેવલપમેન્ટ, હાઇટેક સિટી બનાવવા આયોજન
 • નાઇટ ફુડ બજારને શહેરના બીજા વિસ્તારોમાં શરૂ કરવા આયોજન

હેલ્થ

 • દર 50 હજારની વસ્તીએ એક હેલ્થ સેન્ટર બનાવવા આયોજન

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો