મારામારી:બિસ્માર રસ્તા મુદ્દે ભાજપ અને આપના નેતા બાખડ્યા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપના નેતાને મોતની ધમકી, બંને પક્ષે અરજી આપી

ગોડાદરામાં રોડ પર આપ નેતા અને ભાજપના નેતાઓ રસ્તો રિપેર કરવા મુદ્દે બાખડ્યા હતા. બંને પક્ષે પોલીસમાં અરજી આપી છે.

ગોડાદરામાં રાધેશ્યામ પાર્કમાં રહેતા શ્રવણ જોષી આપના યુથ વિંગના યુવા મહામંત્રી છે. ગોડાદરામાં મહારાણા પ્રતાપ સર્કલથી ડિંડોલી તરફ જતો રસ્તો રઘુનંદન રો હાઉસ પાસે ખરાબ હતો. સામે પાલિકાના શાસક પક્ષના નેતા અમિત રાજપુતની ઓફિસ છે. શ્રવણે રસ્તો રિપેર કરવા પાલિકામાં ઓનલાઈન ફરિયાદ કરી હતી. જેથી કર્મચારીઓ રસ્તો રિપેર કરી રહ્યા હતા ત્યારે વોર્ડ નં. 26 ના ભાજપના પ્રમુખ શૈલેશસિંહ કમલાસિંહ રાજપુત, ઉપપ્રમુખ પવનસિંહ રાજપુત, ઉપપ્રમુખ મહાવીર જૈન, મહામંત્રી દેવીદાસ પટેલ, શિવા પટેલ, કોર્પોરેટર વર્ષા બલદાણીયા, તેનો પતિ મથુર રસ્તા પર આવી શ્રવણ સાથે ઝઘડો કરી આજ પછી અમારી પરવાનગી વગર કામ કર્યું તો હાથ પગ તોડી નાખીશ. અમારી સરકાર છે એટલે અમે જેમ કરીએ એમજ તમારે કરવાનું,જો ન કરો તો મોત સિવાય બીજું કાંઈ ન મળે. તેમજ ગાડીની તોડફોડ કરવાની કોશિષ કરી હતી.

શ્રવણે 6 વિરુદ્ધ ગોડાદરા પોલીસમાં અરજી આપી છે. સામાપક્ષે પવનસિંહ રાજપુતે શ્રવણકુમાર વિરુદ્ધ અરજી આપી જણાવ્યું કે, શ્રવણે ટ્રાફિક જામ કરી મોબાઈલમાં શુટિંગ કરી અમિતસિંહને ગાળો આપી હતી. તેનો વિરોધ કરતા શ્રવણે ઉશ્કેરાઈને પવનસિંહને ધક્કો મારી નીચે પાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...