તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:સુરત મહાનગરપાલિકાની કચેરીમાં AAPનું મૌન વિરોધ પ્રદર્શન, માર્કેટની લિઝ વધારવા તથા પાણી અને અત્યાચારને લઈને ભાજપ પર આરોપ

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
આપના કાઉન્સિલર દ્વારા પાલિકાની કચેરીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
આપના કાઉન્સિલર દ્વારા પાલિકાની કચેરીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
  • ભાજપ પ્રમુખ પાટીલના ઈશારે સત્તાધિશો મનમાની કરતા હોવાના આપના આક્ષેપ

સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલીસરા ખાતે આમ આદમી પાર્ટીના નગરસેવકો દ્વારા સ્થાયી સમિતીની બેઠક સમયે 3 મુદ્દાઓને લઇને મૌન વિરોઘ પ્રદર્શન કર્યુ હતું. જેમાં આપના કાર્યકરોની અટકાયત કરાઈ હતી. દમન થયો હોવાના મુદ્દે આપ દ્વારા ધરણા પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન કરવાનું યથાવત રહ્યું છે. ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના ઈશારે સુરત કોર્પોરેશનના સત્તાધીશો મનમાની કરી રહ્યા હોવાના આરોપ આમ આદમી પાર્ટીએ લગાવ્યા હતાં.

મૌન રીતે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
મૌન રીતે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

લિઝ, પાણી મુદ્દે વિરોધ
STM માર્કેટની લિઝને એકદમ નજીવા દરે 99 વર્ષ સુધી કરી દેવા માટેના ઠરાવને રદ કરવા,પાણીના મિટરો દૂર કરીને તમામ પાણી બિલ રદ કરવાના મુદ્દે વિરોધ કરાયો હતો.પારદર્શક વહિવટ માટે સ્થાયી સમિતી મીટીંગનુ લાઇવ ટેલીકાસ્ટ કરવાની માંગણી કરવામાં આવી હતી.ચૂંટાયેલા જનપ્રતિનિઘીઓ ઉપર હુમલો કરનાર અઘિકારીઓ વિરુદ્ધ કડક કાયઁવાહી કરવાની માગ કરી હતી.

પાલિકાના સત્તાધિશો પારદર્શીતાથી કામ ન થતું હોવાના રોષ કાગળ દ્વારા દર્શાવ્યો હતો.
પાલિકાના સત્તાધિશો પારદર્શીતાથી કામ ન થતું હોવાના રોષ કાગળ દ્વારા દર્શાવ્યો હતો.

પાટીલ પર આક્ષેપ
ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવતાની સાથે જ સૌ પ્રથમ નિર્ણય STM માર્કેટને લઈને કર્યો હતો. જેમાં શહેરભરમાં ચર્ચા ચાલી રહી છે કે, સી આર પાટીલના ઈશારે ચૂંટણી ફળ આપનારા ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓના ઈશારે સી.આર.પાટીલે જમીન ફાળવી દીધી છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલને લોકો સી.આર.પાટીલના પીએ તરીકે ઓળખે છે. પરેશ પટેલ કોર્પોરેશનમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ બન્યા તે પહેલા તમામ કાર્યક્રમોમાં સાથે જ રહેતા હતા.કરોડો રૂપિયાની જમીન અને પાણીના ભાવે સી.આર.પાટીલ દ્વારા કરેલા આદેશનું પાલન તેમના પી.એ ગણાતા પરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીએ સ્થાયી સમિતિની બેઠકની બહાર મૌન વિરોધ કરીને પ્રજાલક્ષી મુદ્દાઓને ઉઠાવવાનું શરૂ રાખ્યું હોવાનું આપ દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો