તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:શિક્ષણ સમિતિના 12 સભ્ય માટે ભાજપ-આપના 42 મેદાનમાં

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 જૂને ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, મતગણતરી 25મીએ
  • કુલ 15 બેઠકમાં 10 શાસક પક્ષ, 2 આપના અને 3 સભ્ય સરકાર નિમશે

મહાપાલિકાની નવી બોર્ડ અસ્તિત્વમાં આવી ગઈ છે પરંતુ કાયદાનુસાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી કરવાનો કાર્યક્રમ કોરોનાને પગલે મોડો જાહેર કરવામાં આવ્યો છે. તે પ્રમાણે આગામી 8મી જૂન મંગળવારના રોજ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. અત્યાર સુધીમાં 21 વ્યક્તિ 42 ફોર્મ લઈ ગયાં છે.

સમિતિમાં કુલ 15 સભ્યો હશે તે પૈકી 3 સભ્યો સરકાર તરફથી નિયુક્ત કરવામાં આવશે તેમજ 12 સભ્યો મહાપાલિકાએ ચૂંટણી યોજી નિયુક્ત કરવાના છે. આ 12 સભ્યોમાં 10 સભ્ય શાસક પક્ષના અને 2 સભ્ય વિપક્ષના રહેશે. એક બેઠક એસસી-એસટી માટે છે જેની લાયકાત ધોરણ 4 પાસ છે. 8 બેઠકો સામાન્ય છે તેની લાયકાત ધોરણ-7 પાસ છે. એ સાથે જ 3 બેઠક મેટ્રિક્યુલેશન કે વધુ ઊંચી શૈક્ષણિક લાયકાત ધરાવતી હોય તેવી વ્યક્તિ માટે છે. શિક્ષણ સમિતિના સભ્ય પદ માટેની ચૂંટણી અને મત ગણતરી 25 જૂનના રોજ જ કરવામાં આવશે.

શિક્ષણ સમિતિ સભ્યની ચૂંટણીનો કાર્યક્રમ

  • અનામત રાખેલી બેઠકો તથા સમાન્ય બેઠકો માટેના ઉમેદવારોના ઉમેદવારી પત્રક સ્વીકારવાની તારીખ-8-જૂન-2021 નક્કી કરાઇ છે.
  • ઉમેદવારી ફોર્મ ચકાસણીની તારીખ-18-જૂન-2021 છે.
  • અનામત રાખેલી બેઠકો તેમજ સામાન્ય બેઠકો માટે સભ્યોની ચૂંટણી તારીખ 25 જૂન 2021 છે.
  • મતની ગણતરી પણ તારીખ 25 જૂન 2021ના રોજ થશે.
અન્ય સમાચારો પણ છે...