સુરતમાં રસીકરણને લઈને લોકોમાં ભારે જાગૃતિ જોવા મળી રહી છે. લોકો રસી લેવા માટે વહેલી સવારથી લાઈનો લાગે છે. ત્યારે વરાછાના યોગીચોક ખાતે આપ અને ભાજપના કાર્યકરો રસીને લઈને આમને સામને આવી ગયા હતાં. આપના કાર્યકરો દ્વારા પોતાના લોકોને રસી આપતા હોવાની વાતે ભાજપના કાર્યકરો સેન્ટર પર પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો.
આપ પર આક્ષેપ થયાં
સુરતમાં છેલ્લા લાંબા સમયથી ભાજપ અને આપના કાર્યકર્તાઓએ આમને-સામને થવાની ઘટનાઓ અનેક વખત જોવા મળી છે. યોગી ચોક વિસ્તારમાં આવેલા હેલ્થ સેન્ટર પર આપવાની કામગીરી ચાલી રહી છે. આપ પાર્ટીના વિસ્તારના કાર્યકર્તાઓ સવારમાં પહોંચી જાય છે અને ત્યાં આવનાર પોતાના સગા સંબંધી મિત્રવર્ગનુ નામ આપીને ટોકન લઈ લેતા હોવાના આરોપ ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યાં હતાં.
પોલીસે મામલો થાળે પાડ્યો
બીજી બાજુ આપ પાર્ટીએ ભાજપના કાર્યકર્તાઓ પર આક્ષેપો કર્યા હતાં. જેથી જોતજોતામાં વાતાવરણ વધુ ઉગ્ર થઇ ગયું હતું. બંને પાર્ટીના કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયા હતા જેને લઈને હોબાળો મચી ગયો હતો. સરકાર દ્વારા આપવામાં લિમિટેડ સ્ટોક હોવાને લઈને માત્ર 200 લોકોને રસી આપવામાં આવે છે. તેવામાં આ પાર્ટી દ્વારા માત્ર પોતાના લાગતા વળગતા લોકોને ટોકન આપી તે વ્યક્તિને આપવામાં આવતી છે. તેવી ફરિયાદો સાથે હંગામો મચી ગયો હતો. મામલો ઉગ્ર બનતા પોલીસ પહોંચી જતાં મામલો શાંત થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.