હોબાળો:સુરતના યોગીચોકમાં વેક્સિન સેન્ટર રસી આપવામાં લાગવગ થતી હોવાની વાતે ભાજપ-આપના કાર્યકર્તાઓએ આમને-સામને થયા

સુરતએક વર્ષ પહેલા
રસીકરણને લઈને આમ આદમી અને ભાજપના કાર્યકરો સામ સામે આવી ગયાં હતાં.
  • આપના કાર્યકરો લાગતા-વળગતાને રસી આપતા હોવાની વાતે ભાજપના કાર્યકરોએ હોબાળો કર્યો

સુરતમાં રસીકરણને લઈને લોકોમાં ભારે જાગૃતિ જોવા મળી રહી છે. લોકો રસી લેવા માટે વહેલી સવારથી લાઈનો લાગે છે. ત્યારે વરાછાના યોગીચોક ખાતે આપ અને ભાજપના કાર્યકરો રસીને લઈને આમને સામને આવી ગયા હતાં. આપના કાર્યકરો દ્વારા પોતાના લોકોને રસી આપતા હોવાની વાતે ભાજપના કાર્યકરો સેન્ટર પર પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો.

ભાજપના કાર્યકરોએ રસી ન અપાતી હોવાના આરોપ આપ પર મૂક્યાં હતાં.
ભાજપના કાર્યકરોએ રસી ન અપાતી હોવાના આરોપ આપ પર મૂક્યાં હતાં.

આપ પર આક્ષેપ થયાં
સુરતમાં છેલ્લા લાંબા સમયથી ભાજપ અને આપના કાર્યકર્તાઓએ આમને-સામને થવાની ઘટનાઓ અનેક વખત જોવા મળી છે. યોગી ચોક વિસ્તારમાં આવેલા હેલ્થ સેન્ટર પર આપવાની કામગીરી ચાલી રહી છે. આપ પાર્ટીના વિસ્તારના કાર્યકર્તાઓ સવારમાં પહોંચી જાય છે અને ત્યાં આવનાર પોતાના સગા સંબંધી મિત્રવર્ગનુ નામ આપીને ટોકન લઈ લેતા હોવાના આરોપ ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યાં હતાં.

લાગતાં વળગતાંને ટોકન આપ દ્વારા અપાતા હોવાના આરોપ મુકાયા હતાં.
લાગતાં વળગતાંને ટોકન આપ દ્વારા અપાતા હોવાના આરોપ મુકાયા હતાં.

પોલીસે મામલો થાળે પાડ્યો
બીજી બાજુ આપ પાર્ટીએ ભાજપના કાર્યકર્તાઓ પર આક્ષેપો કર્યા હતાં. જેથી જોતજોતામાં વાતાવરણ વધુ ઉગ્ર થઇ ગયું હતું. બંને પાર્ટીના કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયા હતા જેને લઈને હોબાળો મચી ગયો હતો. સરકાર દ્વારા આપવામાં લિમિટેડ સ્ટોક હોવાને લઈને માત્ર 200 લોકોને રસી આપવામાં આવે છે. તેવામાં આ પાર્ટી દ્વારા માત્ર પોતાના લાગતા વળગતા લોકોને ટોકન આપી તે વ્યક્તિને આપવામાં આવતી છે. તેવી ફરિયાદો સાથે હંગામો મચી ગયો હતો. મામલો ઉગ્ર બનતા પોલીસ પહોંચી જતાં મામલો શાંત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...