બિટકોઈનના માસ્ટર માઈન્ડ શૈલેષ ભટ્ટ સામે સુરતમાં એક પછી એક ગુનાઓ નોંધાઈ રહ્યાં છે. વરાછા પોલીસે છેતરપિંડી અને વ્યાજના ગુનામાં શૈલેષ ભટ્ટ અને તેના ભાણેજ નિકુંજ ભટ્ટ સામે ગુનો દાખલ કર્યો છે. શૈલેષ ભટ્ટે ઉંચા વ્યાજે રૂપિયા આપ્યા હોય છે. આ રૂપિયાના બદલામાં જમીનના દસ્તાવેજ લીધા હોય છે. રૂપિયા અને વ્યાજ શૈલેષ ભટ્ટને આપી દેવા છતાં તેમણે દસ્તાવેજ પરત કર્યા ન હોવાની ફરિયાદના આધારે વરાછા પોલીસે ગુનો દાખલ કર્યો છે. લાજપોર જેલમાં અન્ય ગુનામાં કસ્ટડી ભોગવી રહેલા શૈલેષ ભટ્ટની વરાછા પોલીસે ટ્રાન્ફર વોરન્ટથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બિટકોઈનમાં સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી
શૈલેષ ભટ્ટ બિટકોઈનનો માસ્ટર માઈન્ડ હતો. તેની પાસે બિટકોઈન પણ હતા. જેથી સીઆઈડી ક્રાઈમે પ્રતિબંધિત બિટકોઈન મામલે શૈલેષ ભટ્ટની ધરપકડ કરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. બાદમાં સરથાણામાં બિલ્ડરની જમીન પર ગેરકાયદે કબ્જો કરવાના મુદ્દે તથા ધમકીના મામલે શૈલેષ ભટ્ટ અને તેના મળતિયાઓની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી
એસીપી સી,કે. પટેલે જણાવ્યું હતું કે, ફરિયાદી હિમત રાણપરીયાની ફરિયાદના આધારે પોલીસે શૈલેષ ભટ્ટ અને તેના ભાણેજ નિકુંજ ભટ્ટ સામે ઉંચા વ્યાજે પૈસા આપી એ બાબતે સિક્યુરીટી પૈટે જમીનના દસ્તાવેજ લઈ લીધા હોય છે. રૂપિયા પરત આપવા છતાં જમીનના દસ્તાવેજ પરત ન આપી છેતરપિંડી કર્યાની અને ઉંચા વ્યાજની ફરિયાદના આધારે ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.