પાર્ટીનો વીડિયો વાઈરલ:સુરતમાં મકાનની ટેરેસ પર ભીડનો બર્થ ડે ઉજવી પોલીસને પડકાર, ખુલ્લી તલવાર સાથે ડાન્સ કરતાં યુવકોએ કોરોનાને આમંત્રણ આપ્યું

સુરત13 દિવસ પહેલા
હાથમાં ખુલ્લી તલવારો સાથે બર્થ ડે ઉજવાયો હોવાનું સામે આવ્યું છે.
  • રાત્રિ કર્ફ્યૂના નિયમોને તોડતાં યુવકોએ બેફામ બની પાર્ટી કરી

જાહેર રોડ પર, શેરીઓમાં, ફાર્મમાં હવે અગાસી પર, હાથમાં તલવાર લઈ જાહેરમાં જન્મ દિવસની ઉજવણીનો વીડિયો વાઇરલ થતા રહે છે. ત્યારે બન્યો છે. સુરતના લિંબાયતના કુમારનગરની મકાનની એક ટેરેસ પર કેટલાક યુવાનોએ હાથમાં તલવાર અને સંગીતની ધૂન પર ડાન્સ કરી પોલીસને પડકાર આપતા જન્મ દિવસની ઉજવણી કરી હોવાનું કેમેરામાં કેદ થઈ ગયું છે. વાઇરલ વીડિયોમાં ડાન્સ કરતા યુવાનો નશામાં હોવાની વાત પણ સામે આવી રહી છે.

રાત્રિ કર્ફ્યૂ વચ્ચે ટોળાં ભેગાં કરાયા હતાં.
રાત્રિ કર્ફ્યૂ વચ્ચે ટોળાં ભેગાં કરાયા હતાં.

પોલીસને પડકાર
સ્થાનિક વ્યક્તિએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, પાર્ટી અભી બાકી હે.. ની બૂમો રાત્રીના અંધારા લાગી હતી. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે છલકાદે જામ જેવા માહોલમાં પાર્ટી ચાલી રહી હતી. અરશદ અવેશ નામના યુવાનની જન્મ દિવસની પાર્ટીમાં દેખાયેલી ભીડને લઈ લાગતું હતું કે, ચોક્કસ આ પાર્ટી પાછળ કોઈ મજબૂત નેતાનો હાથ હોવો જોઈએ અથવા માથાભારે ઈસમ હોવો જોઈએ. હાથમાં તલવાર લઈને ડાન્સ કરી જન્મ દિવસની ઉજવણીએ સરકારના તમામ નિયમો તોડી એક પડકાર આપતી ઉજવણી કહી શકાય છે. લિંબાયત પોલીસે ચોક્કસ તપાસ કરી પગલાં ભરવા જોઈએ.

લાઉડ મ્યૂઝિકથી સ્થાનિકોની નિંદર બગડી હતી.
લાઉડ મ્યૂઝિકથી સ્થાનિકોની નિંદર બગડી હતી.

પોલીસ કાર્યવાહીની માગ
સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, સરકાર, ગૃહ વિભાગ અને પોલીસ માત્ર નિયમો બનાવી શકે છે. તેનો અમલ કોણે કરવો એ તો સ્થાનિક નેતાઓ નક્કી કરે છે. એક ટેરેસ પર એક કિલોમીટર દૂર સુધી સંભળાય એટલા મોટા સાઉડમાં વાગતા ગીતો આજુબાજુના રહીશોની ઉંઘ બગાડી શકે છે. પણ પોલીસની ઊંઘ ઉડાડી ન શક્યા એ વિચારવા જેવી વાત છે. પેટ્રોલિંગના નામે માત્ર મજાક થઈ રહ્યો છે. લોકો હવે વધુ અસુરક્ષિત હોવાનું મહેસુસ કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...