લોકસભા સ્પીકર બન્યા બાદ ઓમ બિરલા આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. એરપોર્ટ અને સર્કિટ હાઉસ ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ સુરત શહેરના ઉદ્યોગપતિઓ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. સર્કિટ હાઉસ ખાતે મોટી સંખ્યામાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓ મુલાકાત માટે આવ્યા હતા.જ્યાં ઓમ બિરલાએ સુરતની ઔદ્યોગિક પ્રગતિ અને વ્યાપારિક હબ બન્યું હોવાનું નોધીને વિકાસ ખૂબ થયો હોવાના વખાણ કરતાં કહ્યું કે, સુરત તમામને પોતાના બનાવી લે છે.
વિકાસ ખૂબ થયો
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સુરત શહેરની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, સુરત એ બહુ રંગીલું શહેર છે. જે પણ લોકો પોતાના વ્યવસાય માટે અહીં આવે છે. એ તમામને આર્થિક પ્રગતિ થાય છે. આ એવું શહેર છે કે, જેમાં દેશ અને વિદેશના લોકો આવે છે. તેઓને પોતીકો બનાવી લે છે. સુરત શહેરમાં ઉદ્યોગિક વિકાસ માટે ખૂબ જ સારો માહોલ છે. અહીં કામદારોને વેતન પણ ખૂબ સારું મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હાલના મુખ્યમંત્રી દ્વારા ગુજરાતમાં અને સુરતની અંદર જે ઉદ્યોગિક વિકાસ માટે જે યોગદાન આપ્યું છે તેનો પણ હું આભાર વ્યક્ત કરું છું.
અલગ અલગ કાર્યક્રમોના આયોજન
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રોજ સવારે સુરત સર્કિટ હાઉસ ખાતે મહાનુભાવો સાથે બેઠક શુભેચ્છા મુલાકાત લીધા બાદ 12:30 કલાકે અવધ યુટોપીયા ખાતે સ્થાનિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. સાંજે 4 વાગે ઉધના-મગદલ્લા ખાતે બાબા શ્યામધામ મંદિરમાં દર્શન કરીને સ્થાનિક કાર્યક્રમમાં હાજરી આપશે. બિરલા 5:30 વાગે ધ ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે અભિનંદન સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાત્રે 9:25 વાગે સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.