તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેતવણી:ઝિંગા તળાવ અને ડમ્પિંગ સાઇટ ન હટશે તો બર્ડ હિટ વધશેઃ ડો. પ્રમોદ

સુરત22 દિવસ પહેલાલેખક: મિલન માંજરાવાલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • SACONના પ્રિન્સિપાલ સાયન્ટિસ સાથે મુલાકાતમાં નિષ્કર્ષ

કોઇમ્બતુરની સલીમ અલી સેન્ટર ફોર ઓર્નિથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રીના પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ ડો.પી. પ્રમોદે સુરત એરપોર્ટના 10 કિમીના રાઉન્ડ એરિયામાં ફર્યા બાદ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું કે, ઝિંગા તળાવ અને ડમ્પિંગ સાઇટ નહીં હટશે તો આગામી દિવસોમાં બર્ડ હિટની સંખ્યા વધશેે. જેથી તંત્રએ તાકિદે બેઠકો કરી યોગ્ય ઉકેલ આવે તેવા પ્રયાસ કરવા જોઇએ.

કોઇમ્બતુરની સલીમ અલી સેન્ટર ફોર ઓર્નિથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રીના પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ ડો.પી. પ્રમોદે, જુનિયર બાયોલોજીસ્ટ શ્રીસોવ્મીયા અને સુરત એરપોર્ટના અધિકારીઓ ગુરૂવારે એરપોર્ટના 10 કિમીના રાઉન્ડ એરિયામાં ફર્યા હતા. તે સમયે તેમના ધ્યાને ઝિંગા તળાવ, ડમ્પિંગ સાઇટ, ગવીયર લેક, ડુમસના દરિયા પર ફેંકાતો ખાવાનો કચરો, દરિયાને મળતી તાપી નદીના પુલ અને ઓવારા પર પક્ષીઓને નખાતા ફૂડ જેવી બાબત સામે આવી હતી. જેથી બર્ડ હિટની ઘટના બનતી જણાય આવે છે. હાલ સ્ટડી ચાલું છે.

પહેલી વખત જોયું નાઇટમાં પણ બર્ડ હિટ!
પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ ડો. પી. પ્રમોદે કહ્યું કે, પહેલી વખત સુરત એરપોર્ટ પર જોવા મળ્યું કે, નાઇટમાં પણ બર્ડ હિટ થાય છે. તપાસ કરી તો જણાયું કે, રનવેથી તીડ સહિતના જીવજંતુને ખાવા બર્ડ આવે છે. બર્ડ હિટ ના થાય તે માટે રનવેની લાઇટોની રેડિએન્સી ડાઉન કરાય છે. તે સાથે રનવેથી દૂર એક મોટી લાઇટ મૂકાય છે, જેની લાઇટની એડિએન્સ જમીન તરફની છે. જેથી તિડો સહિતના જીવજંતુ ત્યાં જશે અને બર્ડ હિટ નહીં થશે..

ઘાસ કપાશે તો તીડને ખાવા પક્ષી નહીં આવે
ડો. પી. પ્રમોદે કહ્યું કે, સુરત એરપોર્ટ પર ઓપરેશનલ એરિયામાં રેગ્યુલર ઘાસ કપાતું રહેશે અને દવાઓ નખાશે તો તીડ સહિતના જીવજંતુ નહીં આવશે. જેથી બર્ડ હિટ ઘટશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો