બાયોડીઝલ પર મોટી રેડ:સુરતના માંડવી તાલુકાની કરંજ GIDCમાં બાયોડીઝલ બનાવવાનું કૌભાંડ, 1.5 લાખ લિટર પ્રતિબંધિત બાયોડીઝલ ઝડપાયું

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરંજ GIDCમાંથી 1.5 લાખ લિટર પ્રતિબંધિત બાયોડિઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે
  • અલગ અલગ કેમિકલનું મિશ્રણ કરીને બાયોડીઝલ બનાવતા સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યાં

ગુજરાત સરકાર દ્વારા બાયોડીઝલ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેથી બાયોડીઝલના વેચાણ કર્તા અને બનાવનારા પર પોલીસ અને તંત્ર દ્વારા છાસવારે રેડ કરીને પ્રતિબંધિત બાયોડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવતો હોય છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સુરતના માંડવી તાલુકાના કરંજ GIDCમાંથી 1.5 લાખ લિટર પ્રતિબંધિત બાયોડિઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કથિત રીતે અલગ અળગ કેમિકલનું મિશ્રણ કરીને બાયોડીઝલ બનાવવામાં આવતું હોવાની બાતમીના આધારે મોડીરાત્રે 3 વાગ્યા આસપાસથી રેડ કરવામાં આવી છે.

માંડવી તાલુકાના કરંજ ખાતે જીઆઈડીસીમાં હલકી કક્ષાનું ઓઈલ તથા કેરોસીન જેવા હલકી કક્ષાના કેમિકલો દ્વારા બાયોડિઝલ બનાવવાનું મોટું કારખાનું ચાલતું હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલને જાણ થતાં મંગળવારે મોડી રાત્રે રેડ પાડી સ્થળ પરથી લાખો લિટર બાયોડિઝલ તથા 14 ટેન્કર જપ્ત કર્યા હતા. બિનઅધિકૃત બાયોડિઝલનો ધંધો કરતાં 6 આરોપી સહિત કુલ 26ની ધરપકડ કરી છે. સાથે 1.57 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અગાઉ હાઇવે પર બાયોડિઝલ પકડાયું હતું, જેમાં પૂછતાછ કરતા કરંજમાં મોટો વેપલો ચાલતો હોવાનું અધિકારીને માલુમ પડતા રેડ પાડવામાં આવી હતી. અન્ય બનાવમાં માંગરોળ મામલતદારે ધામરોડ ગામે ભવાનીસિંગ રાજપૂરોહિતના બાયોડિઝલ પંપથી 32.65 લાખ,સીમલા હોટલની બાજુમાં પીરૂ કાછડીયાના પંપ પરથી 4.97 લાખ અને પાલોદ ગામમાં નેશનલ હોટલની બાજુમાં કમલેશ માલુના પંપ પર રેડ કરી પોલીસે 35.98 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. કુલ 72 લાખથી વધુનો મુદ્દામાલ 3 બાયોડિઝલ પંપ પરથી સીઝ કરાયો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે મોડીરાત્રે 3 વાગ્યા આસપાસથી રેડ કરવામાં આવી છે
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે મોડીરાત્રે 3 વાગ્યા આસપાસથી રેડ કરવામાં આવી છે

5 જેટલા બોયોડીઝલ ભરેલા ટેન્કર મળ્યા
સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ દરોડા કરવામાં આવ્યાં હતાં. કરંજ GIDCમાં પડેલી રેડમાં પાંચ જેટલા મોટા ટેન્કરમાંથી કેમિકલ ઝડપી લેવામાં આવ્યું હતું. મોડીરાત્રીથી શરૂ થયેલી કાર્યવાહીમાં અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયાં છે. હાલ આ ફેક્ટરીમાંથી બાયોડીઝલનું ઉત્પાદન અલગ અલગ કેમિકલનું મિશ્રણ કરીને કરવામાં આવતું હોવાનું સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

ફેક્ટરીમાંથી બાયોડીઝલનું ઉત્પાદન અલગ અલગ કેમિકલનું મિશ્રણ કરીને કરવામાં આવતું હોવાની આશંકા
ફેક્ટરીમાંથી બાયોડીઝલનું ઉત્પાદન અલગ અલગ કેમિકલનું મિશ્રણ કરીને કરવામાં આવતું હોવાની આશંકા

મિલિભગતની આશંકા
સ્થાનિક વ્યક્તિએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે,અસલમ નામનો એક વ્યક્તિ ગુજરાતમાં મોટામાં મોટું કેમિકલ અને બાયોડીઝલ કૌભાંડ ચાલી રહ્યું હોવાની વાત સામે આવી રહી છે. એટલું જ નહીં પણ આ કૌભાંડમાં વિપુલ નામનો અને દેવશી નામનો વ્યક્તિ પણ 50 ટકાના ભાગીદાર છે. LCB ના કેટલાક અધિકારીઓના મોબાઈલ FSL માં મોકલવામાં આવે તો અનેક પોલીસ કર્મચારીઓની રહેમ નજર હેઠળ આ ધંધો ચાલી રહ્યો હોવાનું કહી શકાય છે. કડોદરા થી વડોદરા સુધી ફેલાયેલા આ ધંધામાં આખરે વિજિલન્સની મદદ લેતા આ કારખાનું ઝડપાયું છે. હજી તપાસ નો દોર ચાલુ છે.

ગુજરાતમાં મોટામાં મોટું કેમિકલ અને બાયોડીઝલ કૌભાંડ ચાલી રહ્યું હોવાની વાત સામે આવી
ગુજરાતમાં મોટામાં મોટું કેમિકલ અને બાયોડીઝલ કૌભાંડ ચાલી રહ્યું હોવાની વાત સામે આવી

સરકારની બાયોડીઝલ પર લાલ આંખ
છેલ્લા બે વર્ષથી બાયોડીઝલના નામે રાજ્યમાં હાઈવે ઉપર અને ગ્રામ્ય વિસ્તારોમાં નકલી બાયોડીઝલના અનેક પેટ્રોલ પમ્પો ખુલી ગયાં હતાં. તો, અનેક લોકો ઘરેબેઠાં કેરબામાં નકલી બાયોડીઝલનું વેચાણ કરી તેનું નેટવર્ક ચલાવવા લાગ્યાં છે.નકલી બાયોડીઝલથી લોકોના વાહનો 4-5 પાંચ વર્ષમાં પતી જાય અને સરકારી હૂંડિયામણને તોસ્તાન નુકસાન પહોંચતું હોવાની બાબત ધ્યાને રાખી કડક કાર્યવાહીને આદેશ અપાયાં છે.

પાંડેસરાના ગોડાઉનમાંથી 17 હજાર લીટર બાયોડિઝલ જપ્ત
પાંડેસરામાં બાયો ડિઝલના ગોડાઉન પર ઇકો સેલે રેડ પાડી 31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સરથાણામાં અઠવાડિયા પહેલા બાયોડિઝલનો એક ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે બાયોડિઝલ સહિત 4.95 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે મુકેશ કસવાલા, અંકિત સેનને પકડી મનીષ મારવાડીને વાેન્ટેડ બતાવ્યો હતો.

તપાસમાં ખબર પડી કે આ બાયોડિઝલનો જથ્થો મનીષ મારવાડીએ મોકલ્યો હતો. તેથી પોલીસને મનીષ મારવાડીનું પાંડેસરા જીઆઈડીસીમાં ગોડાઉન મળ્યું હતું. ઇકો સેલના સબ ઇન્સ્પેક્ટર આઈ.ડી.દેસાઈએ દરોડો પાડી ગોડાઉનમાંથી 17 હજાર લીટર બાયોડિઝલ, એક ટેન્કર, કાર અને પીકઅપ વેન મળી31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.