ડીજીવીસીએલે વીજબિલમાં 10 પૈસાનો વધારો કર્યો છે. જેથી દક્ષિણ ગુજરાતના 32 લાખ ગ્રાહકોએ 200 યુનિટે 20 રૂપિયાનો વધારો ચૂકવો પડશે. આ ભાવ વધારો ર્ેસિડેન્શિયલ અને કોમર્શિયલ મીટરોમાં ભાવ વધારો કરાયો છે. આ ભાવ વધારો નવા બિલથી અમલમાં મુકાશે પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિત તમામ ઘરગથ્થુ ચીજ-વસ્તુઓના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યાં ફરી દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ વીજળીના બિલમાં વધારો કર્યો છે. જેથી ગ્રાહકો પર આર્થિક રીતે બોજમાં વધારો થશે.
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે ભાવ વધારા માટે જર્ક (ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનમાં) ક્વોટર પ્રમાણે ફ્યુઅલ ચાર્જના વધારા તરીકે ભાવ વધારો માંગ્યો હતો, જેમાં જર્ક દ્વારા ભાવ વધારાને મંજૂરી આપવામાં આવી હતી. જેને લઈને રાજ્યની અલગ અલગ વીજ કંપનીઓ દ્વારા વીજલીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા યુનિટ દીઠ 10 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
આ વીજ વધારો આવતા બિલમાંથી અમલમાં મુકાશે. સુરત સર્કલમાં સુરત સિટી, રાંદેર, ઓલપાડ, ચોર્યાસી સહિતના વિસ્તારોમાં સરકારી વીજ કંપનીના 9 લાખથી વધુ ગ્રાહકો છે. જ્યારે સુરત રૂરલમાં તાપી જિલ્લો, કાપોદ્રાથી પલસાણા, કોસંબા, કામરેજ-કડોદરા સહિતના વિસ્તારોના 8.50 લાખ વીજ ગ્રાહકો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાના કુલ 32 લાખ ગ્રાહકો છે જેમના પર વાર્ષિક કરોડો રૂપિયાનો બોજો વધશેે.
32 લાખ ગ્રાહકો પર 270 કરોડનો બોજો
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના 32 લાખ ગ્રાહકો પર 270 કરોડ રૂપિયાનો બોજો વધશે. > દર્શન નાયક, પૂર્વ વિપક્ષી નેતા, જિલ્લા પંચાયત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.