કાર્યવાહી:‘બાઇક સવાર તમારો પીછો કરે છે’ કહી વૃદ્ધાના દાગીના લઇ રિક્ષાચાલક ફરાર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભટારની ઘટના: પેસેન્જરના સામાન તફડાવતી ટોળકીની મોડસ ઓપરન્ડી
  • ​​​​​​​ઠગ રિક્ષાચાલક અને અન્ય મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ

ભટારમાં બાઇક સવાર યુવકો તમારો પીછો કરે છે કહીને કાપડ વેપારીની પત્ની પાસેથી સવા લાખના દાગીના તફડાવી રિક્ષાચાલક અને રિક્ષામાં બેસેલી અન્ય યુવતી ભાગી છૂટ્યા હતા. જે અંગે કાપડ વેપારીની પત્નીએ ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આવો જ એક અન્ય બનાવ ઉધના પોલીસની હદમાં પણ બન્યો હતો.

પોલીસથી મળેલી માહિતી મુજબ ભટાર કેબિષા એપાર્ટમેન્ટમાં રહેતા કાપડના વેપારીની 60 વર્ષીય પત્ની સુખીદેવી જૈઠમલ જૈન 17મી તારીખે સાંજે ભટારમાં સાડીની ખરીદી કરવા ગઈ હતી. ખરીદી કર્યા બાદ વેપારીની પત્ની ભટાર આરાધના ભવન પાસે ઊભી હતી. ત્યારે રિક્ષાચાલકે આવી કહ્યું કે બાઇક સવાર બે શખ્સ તમારા સોનાના દાગીના ઉતારી લેશે એવુ કહી ડરાવી ઘરે મુકી દેવાની વાત કરી હતી.

મહિલા રિક્ષાચાલકની વાત પર વિશ્વાસ કરી બેસી ગઈ હતી. રિક્ષામાં અન્ય એક મહિલા પણ હતી. ચાલકે રિક્ષા ભટાર રૂપાલી નહેર તરફ લીધી હતી. દરમિયાન ચાલકે મહિલાને પાછું કહ્યું કે બાઇક ચાલક અને તેની પાછળ બેઠેલો શખ્સ હજુ પીછો કરે છે. મહિલાને વિશ્વાસ અપાવવા માટે રિક્ષામાં બેઠેલી અન્ય મહિલાએ પોતાના દાગીના કાઢી રિક્ષાચાલકને આપી દીધા હતા.

આથી વેપારીની પત્નીએ પણ સોનાની ચેઇન અને કંગન મળી 1.12 લાખના દાગીના ઉતારી રિક્ષાચાલકને આપી દીધા હતા. બાદમાં રિક્ષાચાલકે વેપારીની પત્નીને રસ્તામાં ઉતારી દઇ દાગીના લઈ ભાગી ગયો હતો.અગાઉ ઉધના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આ રીતની મોડન્સ ઓપરેન્ડીનો બનાવ બન્યો હતો. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...