તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોન્ટ્રાકટ:બુલેટ ટ્રેન કોરિડોરના 28 બ્રિજ માટે 1389.70 કરોડની બોલી

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • આઠ કંપનીએ બોલી લગાવી, એલએન્ડટી અને IHI ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સંયુક્ત રીતે ઓછી બોલી

508 કીમી લાંબા અમદાવાદ -મુંબઈ હાય સ્પીડ બુલેટ ટ્રેન કોરિડોરમાં સુરત-ભરૂચ સહિત 28 સ્ટીલના બ્રિજ બનાવવામાં આવશે. બ્રિજ માટેની ફાઇનાન્સિયલ બીડ ખોલી દેવામાં આવી છે.જેમાં કુલ 8 કંપનીઓએ બોલી લગાવી હતી.જે પૈકી 4 કંપનીઓ ડીસ્કોલિફાય થઇ ગઈ હતી.અન્ય 4 કંપનીઓને પસંદ કરાઈ હતી.જેમાં એલ એન્ડ ટી અને આઈ.એચ.આઈ. ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સંયુક્ત રીતે સહુથી ઓછી બોલી લગાવવામાં આવી હતી.28 સ્ટીલ બ્રિજ બનાવવા માટે કુલ 70 હજાર મેટ્રિક ટન સ્ટીલ ઉપયોગમાં લેવામાં આવશે.

એનએચએસઆરસીએલ દ્વારા પહેલા જ 64% એટલે કે અમદાવાદથી સુરત -વાપી વચ્ચે સિવિલ નિર્માણ કામનો કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યો છે.જેમાં સુરત,ભરૂચ,બીલીમોરા અને સુરતમાં ટ્રેનનો ડેપો બનાવવાનું કામ પણ સામેલ છે.

કોને લગાવી કેટલી બોલી (રકમ કરોડમાં)
લાર્સન એન્ડ ટુબ્રો -આઈએચઆઈ ઈન્ફ્રા. સિસ્ટમ્સ કન્સોર્ટિયમ - 1389.70
એનસીસી લી. - 1609.37
ટાટા પ્રોજેક્ટ્સ લી. - 1666.15
એફકોન ઈન્ફ્રા. લી. - 2749.60

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો