તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સૌથી ઓછા સંક્રમિત વિસ્તારોમાં સાઇકલ શેરિંગ ફરી શરૂ કરાશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ બે વીક પહેલા જ સાઇકલ ગોડાઉનમાં મુકી હતી

હાલ જે વિસ્તારોમાં કોરોના કેસ ઓછા આવી રહ્યા છે અથવા તો સંક્રમણનું પ્રમાણ ઓછું નોંધાશે તેવા વિસ્તારોમાં પબ્લિક સાઇકલ શેરીંગ પ્રોજેક્ટ પુન : કાર્યરત કરવામાં આવશે. જો કે આ પ્રોજેક્ટનો લાભ સુરતીઓને ક્યારથી મળશે તેનો નિર્ણય પાલિકા દ્વારા ટુંક સમયમાં લેવામાં આવશે શહેરમાં સંક્રમણ વધતા પાલિકા દ્વારા બે અઠવાડિયા અગાઉ જ પબ્લિક સાઇકલ શેરીંગ સિસ્ટમ બંધ કરી તમામ સ્ટેન્ડ પરથી સાઇકલો ઉઠાવી લઇ ગોડાઉનોમાં મુકાવી દીધી હતી. પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યુ હતું કે,‘ આગામી દિવસમાં સંક્રમણ ઓછું હશે ત્યાં સાઇકલ શેરીંગ શરૂ કરીશું.’

21555 એક્ટિવ યુઝર્સ, 69921એ એપ ડાઉનલોડ કરી
શેરીંગ સિસ્ટમ અંતર્ગત પાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં 100થી વધુ લોકેશન પર 1100થી વધુ સાઇકલો મુકવાની કામગીરી ચાલી રહી છે. શહેરમાં 21555 એક્ટિવ યુઝર્સ છે. જ્યારે કુલ 69921 લોકોએ એપ ડાઉનલોડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...