તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયકલ ચોરી:જહાંગીરપુરામાં રહેતા GST અધિકારીની સાયકલ ચોરાઈ

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયામાં ફ્લેટ હોલ્ડરની સાયકલ ચોરીનો મેસેજ વાંચી તપાસ કરતાં જાણ થઈ

જહાંગીરપુરાની નક્ષત્ર નેબ્યુલા સોસાયટીમાં રહેતા લોકોનું એક સોશિયલ મીડિયા ગૃપ છે. જેમાં પર 30મી તારીખે એક મેસેજ આવ્યો કે હમારી ઓરેન્જ કલરની ગીયરવાલી બડી સાઇકલ પાર્કિંગ મે દિખ નહી રહી હૈ કિસી કો કુછ પતા હો કો બતાયેગા, બસ આ મેસેજ વાંચી જીએસટીનો અધિકારી પાર્કિગમાં પોતાની સાઇકલ ચેક કરવા ગયા તો તેમની સાઇકલ પણ ચોરી થઈ હોવાની ખબર પડી હતી. આથી અધિકારીએ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં 30મી તારીખે રાત્રીના 1.28 વાગ્યે એક શખ્સે પાર્કિગમાંથી પહેલા સાયકલો ચોરી કરી 1.45 વાગ્યા સુધીમાં સાયકલો દિવાલ પર બેઠેલા તેના અન્ય સાગરિત આપતો દેખાય છે. પછી સોસાયટીએ તમામ ફલેટ હોલ્ડરોને આ બાબતે જાણ કરી હતી.

આવી જ રીતે ચોરોએ શીલ્પીન મહેતા અને મનીષ ક્ષતિય સહિત 4 જણાની સાયકલો ચોરી હતી. આ બાબતે સીજીએસટી એન્ડ સેન્ટ્રલ એકસસાઇઝના સુપ્રિટેન્ડન્ટ સુનિલકુમાર રામસુરેમન કનોજીયાએ જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...