લોકોને હાલાકી:સુરતના જહાંગીરપુરા રોડ પર ભુવો પડ્યો, પાલિકાએ બેરીકેટ લગાવવાની પણ તસ્દી ન લીધી

સુરત23 દિવસ પહેલા
જહાંગીરપુરા ખાતે રોડ પર ભૂવો પડ્યો

સુરતના જહાંગીરપુરા ખાતે રોડ પર ભૂવો પડવાની ઘટના સામે આવી હતી. અહીં જાહેર રોડ પર ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતા આ ભુવાને રીપેર કરવાની જગ્યાએ કે બેરીકેટ મૂકવાની જગ્યાએ તંત્ર દ્વારા કોઇ જ કામગીરી ન કરાતા સ્થાનિકો દ્વારા પથ્થર મૂકવામાં આવ્યા હતા.

કોઈ કામગીરી થતી નથી

સુરતમાં ચોમાસા દરમ્યાન કેટલાક રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા હતા તો કેટલીક જગ્યાએ રોડ બેસી જવાની તેમજ રોડ પર ભુવા પડવાની ઘટનાઓ સામે આવી હતી. રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળતા તંત્ર દ્વારા રોડ રસ્તાઓ રીપેર કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. બે દિવસ પહેલા પાલનપુર સ્થિત આઈએન ટેકરાવાળા સ્કૂલ પાસે મુખ્ય રોડ પર ભૂવો પડ્યો હતો. ત્યાં હવે જહાંગીરપુરા ખાતે રોડમાં ભૂવો પડવાની ઘટના સામે આવી હતી. અહી જાહેર રોડ પર ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

તંત્ર વેઠ ઉતારે છે

સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે,શહેરમાં ઘણી જગ્યાએ રસ્તાઓ બિસ્માર બન્યા છે. ખાડાઓ પડી રહ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. માત્ર કામગીરી કરવાની વાતો અને વાયદાઓ આપવામાં આવે છે. પરંતુ નકર કામગીરીની જગ્યાએ તંત્ર દ્વારા વેઠ ઉતારવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...