તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ડુમસમાં ભુપેન્દ્ર પટેલની હત્યા જમીન વિવાદમાં થયાની શંકા

સુરત15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધાડ-હત્યા કેસમાં પોલીસને 40 લાખની ચીઠ્ઠી મળી
 • અગત્યના દસ્તાવેજોની બેગ ધાડપાડુઓ લૂંટી ગયા

ડુમસના કાંદી ફળિયામાં નિવૃત ઇજનેર ભુપેન્દ્રભાઇ પટેલની હત્યામાં જમીનનો વિવાદ હોવાની પ્રાથમિક અનુમાન સાથે પોલીસે તપાસ કરી છે. હાલ પોલીસના હાથમાં રૂ.40 લાખની લેવડ દેવડની ચિઠ્ઠી લાગી હોવાનું જાણવા મળે છે. ડુમસના કાંદી ફળિયા દુકાન મહોલ્લામાં એકલા રહેતા ભુપેન્દ્રભાઇ પટેલની ગુંગળાવીને હત્યા કરી પાંચ શખ્સોએ લૂંટ ચલાવી હતી. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમમાં માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જેમાં તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે.

જોકે,તેમની હત્યા કયા કારણોથી થઇ તે અંગે પોલીસે સ્પષ્ટ જણાવ્યું નથી. મરનાર ભુપેન્દ્રભાઇ પાસે કરોડોની જમીન અને વેસુમાં લકઝરીયસ ફ્લેટ પણ હતો. દરમિયાનમાં પોલીસને ભુપેન્દ્રભાઇના મકાનમાંથી રૂ.40 લાખની લેવડ દેવડની ચિઠ્ઠી મળી હોવાનું જાણ‌વા મળે છે. તેમના પરિવારજનોના કહેવા મુજબ ભુપેન્દ્રભાઇ પોતાની જમીન મિલકતના દસ્તાવેજ સહિતના અગત્યના કાગળો એક બેગમાં મૂકતા હતા.

લૂંટારૂઓ આ બેગ લઇ ગયા હોવાનું કહેવાઇ છે. જ્યારે ભુપેન્દ્રભાઇની હત્યા બાદ દોઢ કલાક સુધી ઘરમાં રહીને લૂંટારૂઓએ સમાન વેરવિખેર કર્યો હોવાથી આ ટોળકી કઇક અગત્યના દસ્તાવેજ શોધતી હોય તેવી શક્યતા પ્રબળ થઇ છે. જોકે, પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે. જ્યારે એક વ્યક્તિને પૂછપરછ માટે પોલીસે તેડાવ્યો હોવાનું જાણવા મળે છે.

ભુપેન્દ્રભાઇનું ગળું દબાવીને હત્યા થઈ હતી
ભુપેન્દ્રભાઇની હત્યાનું કારણ જાણવા માટે લાશનું ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં ભુપેન્દ્રભાઇનું ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તારણ આપવામાં આવ્યું છે. વળી ભુપેન્દ્રભાઇના હાથમાં પણ ઉઝરડાના નિશાન હોય ધાડપાડુએ ચોરી કરતી વખતે ભુપેન્દ્રભાઇ જાગી ગયા હોય અને લૂંટારૂને ઓળખી ગયા હોવાથી તેમને બાંધી દઇને હત્યા કરી નાખવામાં આવી હોવાની શક્યતા પણ નકારી શકાય નથી. હાલ પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો