આરોગ્ય ક્ષેત્રે નવા-નવા આયામ સર કરી રહેલા કિરણ હોસ્પિટલે વધુ એક આવકારદાયક પગલું ભર્યું છે. ઓલપાડ તાલુકાના વડોદ ખાતે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કિરણ મેડિકલ કોલેજનું ભૂમિપૂજન સંપન્ન થયુ છે. ત્યારબાદ વરિયાવના ડી.ડી.સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજીત ભૂમિપૂજનના જાહેર કાર્યક્રમના સ્થળે મુખ્યમંત્રીએ રાજ્યની આરોગ્ય વ્યવસ્થાની વાત કરી હતી. જ્યારે આનંદીબેને કોરોનાકાળમાં ભારતમાં થયેલી કામગીરીની વાત કરવાની સાથે કિરણ હોસ્પિટલની સુવિધાઓને બિરદાવતા મેડિકલ કોલેજ પણ આરોગ્ય ક્ષેત્રે ઉમદા નામ કાઢશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
મોર્ડન ટેક્નોલોજી
સ્વસ્થ સમાજના નિર્માણ હેતુ સાથે કાર્યરત સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત કિરણ હોસ્પિટલ દ્વારા આઉટર રિંગરોડથી 2 કિ.મી.ના અંતરે વડોદ ગામ ખાતે અતિ આધુનિક સુવિધા તેમજ મોર્ડન ટેક્નોલોજીથી સુસજ્જ 65000 વારના વિશાળ કેમ્પસમાં 150 સીટો સાથેની મેડિકલ કોલેજનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જ્યાં એમબીબીએસ, પીજી સહીત અન્ય કોર્ષ સાથે ડોકટરો માટેની જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. કેમ્પસનું ભૂમિદાન કિરણ જેમ્સના માલિક વલ્લભભાઈ લખાણી પરિવાર તરફથી મળ્યું છે.
સરકારે વિશેષ રૂપિયા ફાળવ્યાં-સીએમ
મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે.100 વર્ષ પછી દેશ કેવો હશે તેવા સપના સાથે આગળ વધી રહ્યા છે. કોરોના કાળમાં જે રીતે આરોગ્યલક્ષી સેવાઓ ની ચાવી આપેલી છે.જ્યારે કિરણ મેડિકલ કોલેજની શરૂઆત થવા જઇ રહી છે તેના હું અભિનંદન પાઠવું છું.લોકશાહીમાં દેશના નાગરિકની આરોગ્યલક્ષી સેવાઓ નું ધ્યાન આપવું તે સરકારની ફરજ છેમાતાના ગર્ભમાં રહેલા શિશુ લઈને વયોવૃદ્ધ આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તેના માટે રાજ્ય સરકાર કામ કરી રહી છે. રાજ્ય સરકારે 12240 કરોડ ફાળવ્યા છે.
આરોગ્યની સારી કામગીરી
કોરોના જેવી સો વર્ષે આવતી મહામારી સામે પણ ગુજરાતે ખૂબ જ સારી રીતે લડત આપી છે.કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોના સ્વાસ્થ્ય સેવા માટેની યોજનાઓને જાહેર કરવામાં આવી છે.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા આરોગ્ય કેન્દ્રમાં વધુ સુવિધાઓ આપવાની શરૂઆત કરવામાં આવે છે એર એમ્બ્યુલન્સ સુધીની સુવિધાઓ પણ કરવા તરફ આગળ વધી રહ્યા છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને આરોગ્યલક્ષી તબીબી શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે. એક સમય મેડિકલનો અભ્યાસ માટે કરોડો રૂપિયાનું ડોનેશન આપીને વિદેશમાં જવો પડતો હતો. પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ શરૂ રાખવા માટેનો નિર્ણય કર્યો છે.કિરણ હોસ્પિટલમાં જે આ પ્રકારની એકદમ સેવાઓ આપવામાં આવી રહી છે. તેવી જ રીતે મળે જ છે તેનું ઉત્તમ ગુણવત્તા સભર શિક્ષણ આપવામાં આવશે તેવી આશા રાખું છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.