ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ભીમરાડમાં મેટ્રોની કામગીરી વહેંચી દેવાઈ છતાં નિર્માણ કાર્ય એક વર્ષ લંબાયું, ભટારમાં પિલરો ઊભાં થઈ ગયા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભટાર, ભીમરાડ - Divya Bhaskar
ભટાર, ભીમરાડ
  • ડ્રીમ સિટી ખાતે 21 મહિના થવા છતાં મેટ્રો સ્ટેશનનું કામ શરૂ થયું નથી

મેટ્રોના એલિવીટેડ રૂટ ખજોદ ખાતે ડ્રીમ સિટીથી કાદરશાહ નાળ સુધીનો 11 કિમીના રૂટના નિર્માણનો 778 કરોડનો કોન્ટ્રાક્ટ લેનાર સદ્ભાવ સિંગલા કંપનીએ કેટલાક કારણોથી 1 વર્ષ પહેલાં જ ભટારથી કાદરશાહ નાળ સુધીના સાડા પાંચ કિમીના રૂટનો કોન્ટ્રાક્ટ પટેલ ઇન્ફ્રાને સબલેટ કર્યો હતો. કામની વહેંચણી બાદ પણ ડ્રીમ સિટી ખાતે મેટ્રોનું કાર્ય મંદ ગતિથી ચાલી રહ્યું છે, જ્યારે ભટાર-અલથાણ અને કાદરશાહ નાળમાં પીલરો ઊભાં કરી 4 મેટ્રો સ્ટેશનનું નિર્માણ મહદ્અંશે પૂર્ણ કરી લેવાયું છે. ડાયમંડ બુર્સની બાજુમાં ડ્રીમ સિટી મેટ્રો સ્ટેશન બનાવવાનું નક્કી કરાયું હતું.

આ તે જ સ્થળ છે જ્યાંથી મેટ્રોનું 18મી જાન્યુઆરી-2021ના રોજ વડાપ્રધાને ભૂમિ પૂજન કર્યુ હતું. 22 મહિના બાદ આ સ્થળે નિર્માણની સ્થિતિ જાણવામાં આવી તો ત્યાં એક પાઇલ ફાઉન્ડેશન હવે જર્જરિત હાલતમાં છે. એક રિગ મશીન પણ બગડેલી અને સ્પેર પાર્ટ્સ છુટા પડેલી હાલતમાં છે. ભીમરાડ ખાતે નિયત રૂટ પર નિર્માણ કામગીરી પણ એક વર્ષ મોડી ચાલી રહી હોવાનું GMRCના સુત્રોએ ઉમેર્યું હતું.

તેવામાં ભટારથી કાદરશા નાળ સુધીના રૂટનું કામ સબલેટ કર્યાના વર્ષ બાદ મેટ્રોના ડેપોનું કામ ઝડપીગતિએ થઇ રહ્યું છે. મેટ્રો ડેપોમાં રેકના રિપેરિંગ માટે પિટ લાઇનનું નિર્માણ ચાલી રહ્યું હતું. શેડ તરફનો ભાગ પણ નિર્માણાધિન છે. ડ્રીમ સિટીથી ભીમરાડ સોહમ સર્કલ સુધીના રૂટ પર ટ્રાફિક ભારણ ન હોવા છતાં આ રૂટ પર મેટ્રો કામગીરી મંથર ગતિએ છે. તેની સામે ભટારથી કાદરશાહ નાળ સુધીના અતિવ્યસ્ત રૂટ પર ઝડપીકામ GMRCની કામગીરીના બે પાસા દેખાડી રહી હતી. GMRCના જવાબદાર અધિકારીએ વરસાદના લીધે કામ બંધ રહેતા કામગીરી બાધિત થયાનું કહ્યું હતું. મુખ્ય અધિકારીઓએ આ અંગે વાત કરવા ઇન્કાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...