હાલાકી:ભેસ્તાન રેલવે સ્ટેશને પ્લેટફોર્મ માત્ર 16 કોચનો જ હોય 5000 મુસાફરોને ચડવા ઉતરવામાં મુશ્કેલી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્લેટફોર્મની લંબાઈ-ઉંચાઈ વધારવાનો રિપોર્ટ સબમીટ, DRMએ કહ્યું, જલ્દી કામ કરાશે

ભેસ્તાન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની લંબાઈ અને ઊંચાઈ વધારવા માટે લોકો દ્વારા અનેક રજૂઆત કરાઈ છે છતાં તંત્રને તેની કામગીરી કરવામાં કોઈ રસ નથી. ભેસ્તાન રેલવે સ્ટેશનેથી ટ્રેનોમાં બેસતા લોકોને પ્લેટફોર્મની હાઈટ ઓછી હોવાને લીધે ટ્રેનમાં ચડવા ઉતારવાની સમસ્યા થાય છે.આટલુ જ નહીં પણ ભેસ્તાન રેલવે સ્ટેશને પ્લેટફોર્મની લંબાઈ પણ ઓછી હોવાને લીધે ટ્રેનના 24 કોચ પૈકી 16 કોચ જ પ્લેટફોર્મ પર ઉભા રહે છે બાકીના કોચમાં ચડવા મુસાફરોએ પ્લેટફોર્મથી ઉતરીને પાટા સુધી જવું પડે છે.

વર્ષોથી ચાલી આવતી આ સમસ્યાના સમાધાન માટે રેલવેને વારંવાર રજુઆત કરાઈ છતાં પગલા ભરાયા નથી.પ્લેટફોર્મની ઊંચાઈ અને લંબાઈ વધારવા ગત વર્ષે ઇન્સ્પેક્શન બાદ એપ્રિલમાં મુંબઈ ડિવિઝનના ડીઆરએમને રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો. જોકે હજી સુધી આ દિશામાં કામ આગળ ન થતા દિવાળીમાં ભેસ્તાન સ્ટેશને અંદાજે 5000 મુસાફરોને ટ્રેનમાં ચડવા ઉતરવા માટે તકલીફ સહન કરવી પડશે.સુરત રેલવે સ્ટેશને અલગ અલગ સુવિધાઓનું ઉદ્ઘાટન કરવા આવેલા રેલવે રાજ્યમંત્રીની હાજરીમાં મુંબઇ ડીઆરએમ સત્યકુમારે જણાવ્યું હતું કે, કામ જલ્દી હાથ પર લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...