વ્યવસ્થા:ભેસ્તાન લેક ગાર્ડનને 2.92 કરોડના ખર્ચે વિકસાવાશે

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણી સંગ્રહ માટે ગેબીયન પદ્ધતિનો ઉપયોગ
  • છઠ્ઠ પુજા માટે હવે તળાવ ઉપયોગી બનશે

સુરત મહાનગર પાલિકાએ એક પછી એક જુના લેક ગાર્ડનોને રિ-ડેવલપ કરવા પર ભાર મૂક્યો છે. તાજેતરમાં લેકવ્યુ લેક ગાર્ડન, સુભાષ ગાર્ડનને રિ-ડેવલપ કર્યા બાદ હવે ભેસ્તાન ખાતે આવેલા શ્યામજી કૃષ્ણ વર્મા લેક ગાર્ડનને રિ-ડેવલપ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રિ-ડેવલપ પાછળ અંદાજે રૂ. 2.92 કરોડના ખર્ચનો અંદાજ છે. ગાર્ડન સમિતિની બેઠકમાં આ કામના અંદાજ મંજૂર કરવામાં આવ્યા છે. ગાર્ડન સમિતિ ચેરમેન રેશ્માબેન લાપસીવાલાએ જણાવ્યું હતું કે, ભેસ્તાન લેક ગાર્ડનમાં ખાસ કરીને તળાવમાં પાણીનો સંગ્રહ રહેતો ન હોવાથી પાણીનો સંગ્રહ થાય તે રીતે તળાવની રીસ્ટોરેશન કામગીરી કરવામાં આવશે.

તેમજ અન્ય નાની મોટી કામગીરીનું રીનોવેશન કરાશે.વર્ષ 2006 માં 12558 ચોરસ મીટરમાં આ લેક ગાર્ડન સાકાર કરાયો હતો. પરંતુ તળાવમાં પાણીનો સંગ્રહ થતો ન હતો. જેથી તે માટે તળાવમાં ખાસ ગેબીયન પીચીંગનું બેક પ્રોટેક્શન વર્ક કરાશે. સાથે જ વોટર રીટેન્શન સીસ્ટમ, નવું સ્ટેપ પ્લેટફોર્મ પણ બનાવાશે. છઠ્ઠ પુજા માટે આ તળાવમાં લોકો આવતા હોય છે. હાલમાં અહી 3 પ્લેટફોર્મ છે જેમાં વધુ 1 પ્લેટફોર્મ બનાવાશે. વરસાદી પાણીની પાઈપ લાઈન, વોવે, માટીપુરાણ, ગઝેબો, કંપાઉન્ડ વોલ તથા ઈલેકટ્રીફીકેશન તેમજ હોર્ટીકલ્ચરની કામગીરી પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...