નેત્રહિન હોવા છતાં અનેક લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવનાર 8 લોકોનું સુરતને પ્રોત્સાહન આપવા માટે સ્વામિ વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ તમામ લોકોને તેમની વિશેષ સિદ્ધી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ભાવનગરના નિશિથ મહેતા તેમની કંપનીમાં 75 ટકા વિકલાંગ લોકોને નોકરી પર રાખ્યા છે, તેમની કંપનીનું ટર્નઓવર 10 કરોડ રૂપિયા છે.
લાભુ સોનાણી નેત્રહિન હોવા છતાં ભાવનગર અંધજન ઉદ્યોગ શાળાના સેક્રેટરી તરીકે ફરજ નિભાવી રહ્યાં છે. હર્ષલ નેત્રહિન હોવા છતાં તેમની કન્સ્ટ્રક્શન કંપનીમાં તેઓ 500 જેટલાં કર્મચારીઓ પાસે કામ લઈ રહ્યાં છે. નેત્રહિન હોવા છતાં 121 મેડલ મેળવનારી પેરાસ્વિમિંગના ખેલાડી કંચનમાલા પાંડે સહિત 7 લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
ડિસેબલ લોકોને આત્મનિર્ભર કરવાનો ધ્યેય હતો
1978માં કંપનીની સ્થાપના કરી હતી. અમારી કંપની ડિફેન્સ અને ઓટો સેક્ટર માટે સ્પાર્ટસ, પેકેજિંગમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુ બનાવવામાં આવે છે. રિટાયર્ડ સમયે મારે તો કામની સાથે જ સેવાનું કામ કરવાનું નક્કી કર્યું હતું. દેશના 6થી 7 ટકા ડિસેબલ લોકોને આત્મનિર્ભર કરવા માટે કામ આપવાનું શરૂ કર્યુ. અમે તેમને તાલિમ આપીને યોગ્ય જગ્યા આપવા લાગ્યા. અમારો પ્રયોગ સફળ થયો. અમે કંપનીના ગ્રોથની સાથે સાથે માનવતાનું પણ કામ કરવાનું શરૂ કર્યુ.
અમારી કંપનીમાં 60 લોકો છે. જેમાંથી 42 લોકો ડિસેબલ છે. મારી કંપની આજે 10 કરોડનું ટર્નઓવર કરે છે. સામાન્ય લોકો કરતાં આમના કામથી પ્રોડક્ટની ક્વોલિટી સુધરી અને આઉટપુટમાં પણ સુધારો થયો. અમારા આ કામને જોઈને આઈઆઈએમ અમદાવાદ સહિત દેશની અલગ અલગ મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યુટ દ્વારા કેસ સ્ટડી કરીને ભણાવવામાં આવે છે. - નિશિથ મહેતા, માઈક્રોસાઈન કંપની ઓનર
સાડા ત્રણ વર્ષે આંખો ગુમાવી પણ હિંમત નહીં
1971માં સાડા ત્રણ વર્ષની ઉંમરે મને આંખમાં દુ:ખાવો થયો. મારા પપ્પા એક મિલમાં મજૂરી કરતા હતાં. આંખમાં દુ:ખાવાની સાથે મને ટાઈફોઈડ થયો. ડોક્ટરે કહ્યું હવે આંખો ફરી ક્યારેય નહીં આવે અને હું 24 કલાકમાં મૃત્યુ પામીશ. આંખો જતી રહી પરંતુ હું બચી ગયો. પાંચ વર્ષનો થયો ત્યારે માતાનું અવસાન થયું. આંખ ન હોવા છતાં હિંમત ન હાર્યો. બીએડ કર્યુ અને સંગીતમાં વિશારદ પણ કર્યુ.
અંધવિદ્યામંડળાં જોડાયો. ત્યાં 900 મેમ્બર હતાં. નેત્રહિનોની સમસ્યા ઉકેલવા સરકારી નોકરી ન સ્વિકારી. બાદમાં ભાવનગરની અંધજન ઉદ્યોગ શાળાનો સેક્રેટરી બન્યો. વિદ્યાસહાયકની ભરતીમાં સરકારે પરિપત્ર બહાર પાડ્યો કે, અંધ શિક્ષકો ભણાવી ન શકે એટલે તેમને નોકરીએ રાખી શકાય નહીં. અમે હાઈકોર્ટમાં ગયા અને અમે કેસ જીતી ગયા. 34 અંધ શિક્ષકોને નોકરી અપાવી. - લાભુ સોનાણી, ભાવનગર અંધજન ઉદ્યોગ શાળા, સેક્રેટરી
ફિઝિયોથેરાપિસ્ટ અને સંગીત શિક્ષકનું પણ સન્માન કરાયું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.