ભાવિકા કુકડીયાએ ઇન્દોર ખાતે રમાયેલી પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં 3-1થી જીતી ગોલ્ડ મેડલ મેળવી સુરતનું નામ રોશન કર્યું છે. હવે તે જોર્ડન ખાતે રમાનારી ઓપન પેરા ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. જે 19મેના રોજ યોજાશે. આ સ્પર્ધામાં સમગ્ર વિશ્વના ખેલાડીઓ ભાગ લેશે.
ભાવિકાને જન્મથી જ કરોડરજ્જુની તકલીફ છે અને એમણે વર્ષ 2019માં ટેબલ ટેનિસની શરૂઆત કરી હતી. એમણે માત્ર 3 વર્ષમાં જ બેઝિકથી લઈને ઇન્ટરનેશનલ સુધીનો સફર કર્યો હતો. આ અંગે ભાવિકાએ જણાવ્યું હતું કે, મે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. પરંતુ ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી 18 વર્ષની ઉંમરથી જ નોકરીની શરૂઆત કરી દીધી હતી.
મને કઈંક મોટું કરવાનું હતું. જેથી હું નોકરીની સાથે સાથે બીજું શું કરી શકાય તે વિચારતી હતી. ભગવાને તો મને ડિસેબલ બનાવ્યા પણ હું મારી જાતને ડિસેબલ બનાવીને રાખવા માંગતી ન હતી. જેના કારણે જ મે ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.