તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:ભાટીયા ટોલનાકે ફાસ્ટેગના નામે ખિસ્સા ખંખેરવા સામે સ્થાનિકોમાં રોષ, ભાટીયા ટોલ, 32માંથી 27 જણે કહ્યું કે, ટોલ વસૂલીની રીત ખોટી

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
હજુ ઘણી કાર પર ફાસ્ટેગ નથી.ત્યારે નવા વર્ષના પહેલા દિવસથી જ ભાટિયા અને કામરેજ ટોલનાકે ઘર્ષણના બનાવો બનશે એ વાતમાં બે મત નથી. - Divya Bhaskar
હજુ ઘણી કાર પર ફાસ્ટેગ નથી.ત્યારે નવા વર્ષના પહેલા દિવસથી જ ભાટિયા અને કામરેજ ટોલનાકે ઘર્ષણના બનાવો બનશે એ વાતમાં બે મત નથી.
 • સાંસદ દર્શના જરદોશે કહ્યું કે, સ્થાનિકોના હિતમાં રસ્તો કાઢીશું

દેશમાં 1લી જાન્યુ.થી ફાસ્ટટેગ ફરજિયાત થશે. પરંતુ ભાટિયા ટોલનાકા પર ટોલના નામે ઉઘાડી લૂંટ થઈ રહી હોવાનું વાહન ચાલકો કહી રહ્યાં છે. ભાટિયા ટોલનાકા પર 31મી ડિસેમ્બર સુધી સુરત પાર્સિંગની કારને એક વખત પસાર થવા માટે 20 રૂપિયા ટોલ છે. પરંતુ 1લી જાન્યુઆરીથી એક વખત પસાર થવા અધધધ 110 રૂપિયા જ્યારે રિટર્ન માટે 165 રૂપિયા ટોલ વસૂલાશે. પરંતુ જ્યારે મહિનાનો પાસ રૂ.275 નિકળશે. ત્યારે વારંવાર ભાટિયા ટોલનાકા પાસેથી પસાર થતા લોકો શું કહી રહ્યાં છે આ બાબતે તે જાણવા માટે દિવ્યભાસ્કરે ટોલનાકા પર જઈ દોઢ કલાકમાં 32 ચાલકોને પૂછ્યું હતું. જેમાંથી 27 વાહન ચાલકોએ કહ્યું હતુ કે, ટોલ વસૂલીની આ રીત ખોટી છે. બાકીના 5 લોકો ટોલ વસૂલીની નવી રીતથી અજાણ હતા.

અડાજણ-જહાંગીરપુરાના લોકો પાસ પણ નહિ બનાવી શકશે
ભાટિયા ટોલ પ્લાઝાના મેનેજર રાજશેખર તિવારીએ જણાવ્યું કે, 20 કિમીની રેન્જમાં ન હોવાથી અડાજણ,રાંદેર કે જહાંગીરપુરા સહીતના કે જીજે -5 પાસિંગ વાળા ગ્રામ્યના લોકોને પાસનો લાભ પણ નહીં મળી શકે.કામરેજ ટોલનાકે સ્થાનિકોએ 40 રૂપિયા ચૂકવવા પડશે જ્યારે ભાટિયા ટોલનાકે 20 કિમીની ત્રિજીયામાં ન રહેતા લોકો પાસે ટોલનાકે આવવા જવાના રૂ.165 ખંખેરાશે.

સુરતીઓને રાહત મળે એવો કોઈ રસ્તો કાઢીશું
ભાટિયા અને કામરેજ ટોલનાકાથી પસાર થતા સ્થાનિકોએ વધુ રૂપિયા ન ચૂકવવા પડે એ માટે શું થઇ શકે એ જોઇશું.સુરતીઓને રાહત મળે એ માટે રસ્તો કાઢીશું. - દર્શના જરદોશ,સાંસદ,સુરત

ભાટિયા ટોલ વ્યવસ્થાથી નારાજ, 5માંથી 3 રેટિંગ
ગુગલ રીવ્યુમાં લોકોએ ભાટિયા ટોલનાકાની વ્યવસ્થા બાબતે નારાજગી દર્શાવી છે. લોકોએ નેગેટિવ ફીડબેક આપ્યો છે. જાની દિપક નામના વ્યક્તિએ પોતાનો ફીડબેક આપતા લખ્યું છે કે ટ્રેડ કલાસ સર્વિસ અને થર્ડ ક્લાસ બિહેવિયર.

અમે પરિપત્ર મુજબ કામ કરી રહ્યા છીએ
એન.એચ.એ.આઈના ટેક્નિકલ મેનેજર દિનેશ અગ્રવાલે જણાવ્યું હતું કે અમે નોટિફિકેશન મુજબ જ કામ કરી રહ્યા છીએ.જે પ્રમાણે આદેશ હોય છે અમે એનું પાલન કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો