તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધના મંડાણ:ભાટીયા-કામરેજ ટોલનાકુ હટાવો, નહીં તો પાલિકાના હસ્તક લો: ના-કર સમિતિ, આજે પાલિકા કમિશનર અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટોલનાકા પર સ્થાનિકોને મુક્તિ આપવાની માંગ કરતી ના કર સમિતિની ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ આજે બેઠક મળી જેમાં વિરોધ કરવાની નીતિ તૈયાર કરાી હતી. - Divya Bhaskar
ટોલનાકા પર સ્થાનિકોને મુક્તિ આપવાની માંગ કરતી ના કર સમિતિની ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ આજે બેઠક મળી જેમાં વિરોધ કરવાની નીતિ તૈયાર કરાી હતી.
  • ના કર સમિતિની બેઠકમાં આગેવાનોએ લોકોને જોડવા અંગે ચર્ચા કરી
  • પાલિકાના 10 કિમીના વિસ્તારમાં ટોલ માટે સુડાની પરવાનગી અનિવાર્ય

તા.1લી જાન્યુઆરીથી દેશભરમાં ફાસ્ટેગ ફરજિયાત થઈ રહ્યુ છે ત્યારે કેશલેન હટતા કામરેજ અને ભાટિયા ટોલનાકે જીજે-5 અને જીજે-19 પાસિંગ ગાડીઓએ રૂ.40 અને 165 ચૂકવવા પડશે. જેના વિરોધમાં ના કર ટોલ બચત સમિતિની બુધવારે જહાંગીરપુરા ખાતે મિટીંગ મળી છે. બેઠકમાં ખેડૂત અગ્રણીઓ, સહકારી આગેવાનો, પશુપાલકો, વ્યવસાયિઓ હાજર રહ્યા હતા. લડત સમિતિના કાનૂની નિષ્ણાંતોએ નેશનલ હાઇવે ઓથોરિટીના ગજેટ અને નિયમોનો અભ્યાસ કર્યા પછી સેક્શન-8ની જોગવાઇ પ્રમાણે તારણ રજૂ કર્યુ છે કે, મનપાની હદ બહાર 5થી 10 કિમી દૂરના વિસ્તારમાં ટોલનાકુ કાર્યરત કરવું હોઈ તો પાલિકા કે અર્બન ઓથોરિટીની પરવાનગી લેવી અનિવાર્ય છે. કામરેજ નજીક કઠોર ગામ અને ભાટિયા ટોલનાકા નજીક સચિન અને ઉન આવેલા છે. જે પાલિકાની 10 કિમીની હદમાં આવી જાય છે. જેને પગલે આજે ગુરૂવારે પાલિકા કમિશનર અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કરીને આ બંન્ને ટોલ દૂર કરવા્ થવા પાલિકા હસ્તક લેવા માટે રજૂઆત કરાશે.

ના કર ટોલ બચત સમિતિના અગ્રણી દર્શન નાયકે જણાવ્યું કે ગુરૂવારે ટોલનાકુ દૂર કરવા અથવા પાલિકા હસ્તક લેવા પાલિકા કમિશનર અને કલેક્ટરને આવેદનપત્ર અપાશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ગેજેટના સેક્શન-8ની જોગવાઇ મુજબ કોઇ પણ ટોલનાકુ પાલિકાની 5 થી 10 કિમીની હદ બહાર બનાવવા ે અર્બન ઓથોરિટીની શરતીય મંજૂરી લેવાની હોય છે. પાલિકાના હદમાં વસતાં લોકોની અવર-જવર માટે અંડર પાસ, ફ્લાય ઓવર, બાયપાસ કે સર્વિસ રોડ ફરજિયાત બનાવવાનો હોય છે. જેથી સ્થાનિકો વગર ટોલ ચૂકવ્યે ત્યાંથી પસાર થઈ શકે, જોકે, કામરેજ અને ભાટિયા ટોલનાકા શહેર હદમાં આવતાહોવાથી તેને દૂર કરવા જોઇએ. જો ટોલનાકુ દૂર કરવા તૈયારી નહીં બતાવાય તો હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરાશે. ગુરુવારની બેઠકમાં સહકારી આગેવાન જયેશ એન પટેલ, એસપીજીના નિલેશ આસોદરિયા, કાંઠા વિભાગ પરિવર્તન ટ્રસ્ટના પ્રકાશ કોન્ટ્રાક્ટર, ફોગવા પ્રમુખ અશોક જીરાવાલા, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર ભાવેશ રબારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભૂલથી ડબલ પેમેન્ટ કપાશે તો 3 દિવસમાં રિફંડ
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યાનુસાર દેશભરમાં 1લી જાન્યુઆરીથી ફાસ્ટેગનો અમલ થતાં ટોલ પ્લાઝાના 5માંથી 4 બુથ પર ફાસ્ટેગના કરી દેવાશે. અત્યાર સુધી ફાસ્ટેગવાળા વાહનોનો આંક 60 ટકા પર પહોંચ્યો છે. વધુમાં, ફાસ્ટેગમાં બેંકની ભૂલના લીધે ઓનલાઈન ડબલ પેમેન્ટ થાય તો વાહન માલિકને 3 દિવસમાં નાણાં પરત મળી જશે. આમ છતાં જો પેમેન્ટ નહીં મળે તો ફાસ્ટેગ સાઈટ પર જઈ અધિકારીઓ સંપર્ક કરી શકાશે.

ફાસ્ટેગ સામે વિરોધ
સુરત અને બારડોલી તથા નવસારીમાં ભાટિયા અને કામરેજ ટોલનાકા પર સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ આપવા માટેની માંગ તેજ થઈ રહી હોય તેમ ના-કર સમિતિના નેજ હેઠળ મળી મિટિંગ મળી હતી. મિટિંગમાં અનેક આગેવાનો પહોંચ્યા હતાં.જેમાં લોકોને કઈ રીતે સાથે જોડી શકાય એની ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ના કર સમિતિ હેઠળ પ્રથમ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાશે અને ત્રણેય સંસદ સભ્યને આવેદન અપાશે. જેમાં દર્શન જારદોષ, સી આર પાટીલ, અને પ્રભુ વસાવા આવેદન આપીને તેમનો સાથ માંગવામાં આવશે.

ટોલનાકા પર વિરોધ કરાશે
ના કર સમિતિએ બેઠકમાં સ્થાનિક લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરવાનું જણાવ્યું હતું. કામરેજ ટોલ નાકા સામે કરશે વિરોધ કરશે સાથે જ કોર્ટમાં પણ લડી લેવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જેથી આગામી દિવસોમાં ટોલનાકાના મુદ્દે વિરોધ વધુ તેજ બનાવવામાં આવશે તેમ આગેવાનોએ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો