તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ભટારના કાપડ વેપારીએ આર્થિક તંગીથી મિત્રના ભાઇની કાર ચોરી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અડાજણના એન્જિનિયરે તાજેતરમાં કાર ચોરીની ફરિયાદ કરી હતી
  • કાર ખરીદી ત્યારથી જ બીજી ચાવી વેપારી પાસે હતી, કોમ્પલેક્સના CCTVમાં વેપારી પાર્કિંગમાથી કાર ચોરતા દેખાયો, ધરપકડ કરાઈ

કોરોનામાં મંદી આવી જતા ભટાર રહેતા કાપડના વેપારીએ અડાજણના એન્જિનિયર મિત્રના ભાઇની કાર ચોરી લીધી હતી. વર્ષ 2015માં આ કાર જ્યારે ખરીદાઇ ત્યારથી જ બીજી ચાવી વેપારી પાસે વિશ્વાસે અપાઇ હતી. કેમેરાના આધારે પોલીસે વેપારીની ધરપકડ કરી છે. રિંગરોડની માર્કેટમાં વેપારી અશોક બંગ (રહે. સૂર્યા પ્લાઝા, ઉધના-મગદલ્લા રોડ)ની કાપડની દુકાન છે. કોરોનાથી કાપડના ધંધામાં મંદીને લીધે વેપારી આર્થિક ભીંસમાં મુકાય ગયો હતો.

એક તો ધંધામાં મંદી ઉપરથી પરિવારના ખર્ચા કાઢવા મુશ્કેલ બનતા ચોરીનો પ્લાન બનાવ્યો હતો. જેમાં 9મી જૂને બપોરે વેપારીએ અડાજણના આનંદમહલ રોડ પર એસ્કોન પ્લાઝાના પાર્કિંગમાંથી એન્જિનિયર મુકુલ જૈનની 3 લાખની કિંમતની કારની ચોરી હતી. જેની કારમાલિકે 11 જૂને અડાજણ પોલીસમાં ફરિયાદ આપી હતી. કેમેરામાં કારની ચોરી કરવા આવેલા શખ્સે માથે હેલમેટ પહેર્યું હતું. જેના આધારે પોલીસને શંકા હતી એન્જિનિયરને ફૂટેજ બતાવતા તેણે ઓળખી કાઢ્યો હતો. આરોપી એન્જિનિયરના ભાઈનો મિત્ર છે.

2015માં કાર લેવા ગયા ત્યારે એક ચાવી લઇ લીધી હતી
વર્ષ 2015માં નવી કાર શોરૂમમાંથી ખરીદી કરી તે વખતે એન્જિનિયર મુકુલ જૈનના ભાઈ સાથે આરોપી અશોક બંગે કારની એક ચાવી પોતાની પાસે રાખી લીધી હતી. કંપનીમાંથી બે ચાવી આપવામાં આવી હતી. આરોપી પાસે રહેલી કારની ચાવીથી વેસુના એક મોલમાં મુકેલી કારનું લોક ખોલી ચોરીને ચાલી ગયો હતો અને આરોપીએ વેસુમાં એક મોલના પાર્કિંગમાં કાર મુકી રાખી હતી. કાપડ વેપારીનો ઈરાદો કાર વેચી રૂપિયા કમાવવાનો હતો.

અન્ય સમાચારો પણ છે...