તપાસ:રિપોર્ટ ન આવે ત્યાં સુધી ભાઠાનો ધ્રુજતો પુલ બંધ, રાંદેર ઝોને પુલ પર પતરાં મારી દીધાં

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીની ચકાસણી કરાશે

બે વર્ષ પહેલાં શહેરમાં સમાવિષ્ટ ભાઠા ગામનો ખાડી પુલ જર્જરિત સ્થિતિમાં હોવા છતાં વર્ષોથી જોખમી હાલતમાં હતો. કાર પસાર થતાં પણ બ્રિજ ધ્રુજી ઊઠતો હોવાનો અહેવાલ મોરબીની પુલ હોનારતને ધ્યાનમાં રાખી 8 નવેમ્બરે `દિવ્ય ભાસ્કર`માં પ્રસિદ્ધ કરાયો હતો.

આ અંગે પાલિકા કમિશનરે માહિતી મેળવી 155 વર્ષ આ બ્રિજનો નવો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ ન આવે અને રિપેર પછી ખાતરી ન થઇ જાય ત્યાં સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવા સૂચના આપી હતી. જેથી શુક્રવારે રાંદેર ઝોને સ્થળ પર પહોંચી પુલનાં બંને છેડે બાંબુ અને પતરાં મારી દીધાં હતાં. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે બ્રિજ સેલના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. જેથી બ્રિજ નિર્માણ વિભાગે ખુબ જર્જરિત પુલની સ્થળ તપાસ માટે કર્મીઓને દોડાવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...