સુરતમાં ફેસબુક પર વિવાદિત પોસ્ટ:‘ભાઈ જ્યાદા પોસ્ટર છપાને પડેંગે, યુપી ઔર ઝારખંડ જૈસા કરના હૈ’

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ત્રણ આરોપી પૈકી 2 કાદરશાની નાળ પાસે અને 1 નાનપુરામાં રહે છે

નુપુર શર્માની વિવાદિત ટીપ્પણીને લઈ સુરતમાં પણ વિરોધ થઈ રહ્યો છે. નાનપુરા કાદરશાની નાળમાં રોડ પર નૂપુર શર્માના ફોટા ઉપર બુટ પ્રિન્ટની છાપવાળા પોસ્ટરો બે શખ્સોએ ચોટાંડી મેસેજ સાથેનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

પોલીસે આરોપીઓને શોધી કાઢ્યાં
મેસેજમાં લખ્યું કે ‘ભાઈ 40-50 પોસ્ટર જો છપે ઉસસે કામ નહિ હુઆ, અબ જ્યાદા છપાને પડેંગે, યુપી ઔર ઝારખંડ જૈસા કરના હૈ.’ વિડીયોના આધારે અઠવા પોલીસે જાતે ફરિયાદી બની 3 યુવકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે મોહંમદ તૌફીક શેખ અને સદ્દામ સૈયદે પોસ્ટરો ચોંટાડ્યા હતા. જ્યારે નુપુર શર્માના પોસ્ટરો નાનપુરાની પ્રિન્ટિંગ ઈમરાનખાન પઠાણે છાપ્યા હતા.

ડિબેટમાં ધાર્મિક ટિપ્પણી કરનારાની પણ ધરપકડ
ઈમરાન નાનપુરામાં રહે છે. જ્યારે તૌફીક અને સદ્દામ કાદરશાની નાળમાં રહે છે. બીજી બાજુ હિંદુ યુવા સેનાએ ઉધના પોલીસમાં આવેદનપત્ર આપી મૌલાના ઈલ્યાઝ સરફુદીન સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જેમણે એક ન્યુઝ ચેનલની ડિબેટમાં ધાર્મિક ટિપ્પણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...