સુરતને પ્રથમ ક્રમ મળ્યો:દેશના 100 શહેરોની સરખામણીમાં સુરતે 85% પ્રોજેક્ટ પૂર્ણ કરી દેતા બેસ્ટ સ્માર્ટ સિટી એવોર્ડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલિકાએ આસપાસના એરિયાની ખાણી-પીણીની લારીઓ બંધ કરાવી સમિટમાં ફૂડના સ્ટોલ ખોલ્યા હતા. - Divya Bhaskar
પાલિકાએ આસપાસના એરિયાની ખાણી-પીણીની લારીઓ બંધ કરાવી સમિટમાં ફૂડના સ્ટોલ ખોલ્યા હતા.
  • 81 પૈકીના બાકી 12 પ્રોજેક્ટ પણ ટાર્ગેટ ડેટના 6 મહિના પહેલા પૂર્ણ થઈ જશે : બંછાનિધી પાની
  • વેસુ, અલથાણ,ભીમરાડમાં પાલિકાએ ખાણી-પીણીની લારીઓ 4 દિવસ બંધ કરાવી અને સમિટમાં સ્ટ્રીટ ફૂડના સ્ટોલ લગાવ્યા

સ્માર્ટ સિટીઝમાં ઇન્દોર સાથે સુરત શહેરને બેસ્ટ સિટીનો ખિતાબ મળ્યો છે. જેને લઇ સ્માર્ટ સમિટમાં સુરત શહેરને વિશિષ્ટ કામગીરી બદલ વિવિધ કેટેગરીમાં કુલ 5 એવોર્ડ મળ્યા છે. સુરતમાં સ્માર્ટ સિટી અંતર્ગત કુલ 2936 કરોડના 81માંથી 1791 કરોડના 69 પ્રોજેક્ટ પૂર્ણ થઇ ગયા છે. જ્યારે 1145 કરોડના 12 પ્રોજેકટનું કામ કાર્યરત છે. દેશના 100 શહેરોમાં સુરત શહેરની સરાહનીય કામગીરી રહી છે. જેને લઇ તાજેતરમાં પણ ડાઇનેમિક રેન્કમાં સુરતને પ્રથમ ક્રમ મળ્યો હતો.

આ 69 પ્રોજેક્ટો પૂર્ણ કર્યા
સ્મેક સેન્ટર, ચોક કિલ્લો, ઇન્ટેલિજન્ટ ટ્રાન્ઝીટ મેનેજમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ફેર ક્લેકશન સિસ્ટમ, કોમન સિટી પેમેન્ટ કાર્ડ, આંજણા તથા ડિંડોલી ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ, ડિંડોલીમાં દૂષિત પાણીનું રીસાયકલ તથા રીયુઝ, વીઆઇપી મોડલ રોડ, અણુવ્રત દ્વાર કેનાલ રોડ વિકાસ,1.0 મેગાવોટ સોલાર પાવર પ્લાન્ટ સહિતના પ્રોજેક્ટો.

આ 12 પ્રોજેક્ટ પ્રગતિમાં
ઇન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મોબીલીટી એડમીનિસ્ટ્રેશન સેન્ટર, કિલ્લાનું ડેવલપમેન્ટ, કોયલી ખાડીની પુન:રચના, ઇન્ટેલિજન્ટ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ અને એરિયા સર્વેલન્સ નેટવર્ક, કોમન ટ્રાન્સમીશન લાઇન, આંજણા, અલથાણ, ડુંભાલ ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ, ઓટોમેશન એન્ડ સ્કાડા વર્કસ ફોર વેરીયસ, ફ્રેન્ચ વેલ, ડેટા સેન્ટર સ્ટ્રેન્થનીંગ, આઉટડોર ડિજીટલ ડીસ્પલે

સ્માર્ટ સમિટના આકર્ષણ
100 ઇ-સાઇકલ ખરીદાશે

સાઇકલ શેરિંગ પ્રોજેક્ટને ધ્યાને રાખી જાપાન મેડ 100 ઇ-સાઇકલ ખરીદાશે.
સાઇકલ શેરિંગ પ્રોજેક્ટને ધ્યાને રાખી જાપાન મેડ 100 ઇ-સાઇકલ ખરીદાશે.

આ ઇવેન્ટમાં રોબોટ ચર્ચામાં હતું. જે સામે ઊભેલી વ્યક્તિનું ફેશ સ્કેન કરી બોડી ટેમ્પરેચર માપી તાપમાન બતાવતું હતું.હાથ લંબાવતા ઓટોમેટિક હેન્ડ સેનેટાઇઝ પણ કર્યા હતા. ​​​​​​​​​​​​

હેન્ડ સેનેટાઇઝ કરાવતો રોબોટ
હેન્ડ સેનેટાઇઝ કરાવતો રોબોટ

​​​​​​​બસ સ્ટોપ્સ પર સ્માર્ટ ટોઇલેટ, સ્તનપાન કેન્દ્ર બનશે. પાલિકાએ તેની ડિઝાઇન સાથેનું મોડલ રજૂ કર્યું હતું.

બસ સ્ટોપ પર સ્તનપાન કેન્દ્ર બનશે
બસ સ્ટોપ પર સ્તનપાન કેન્દ્ર બનશે

સુરત સમગ્ર દેશને રાહ ચીંધી શકે તેવી ક્ષમતા ધરાવે છેઃ સી.આર.પાટીલ
સાંસદ સી.આર.પાટીલે કહ્યું કે, દેશના 100 શહેરોએ સખ્ત પરિશ્રમથી સ્માર્ટ સિટીનું સપનું સાકાર કરી બતાવ્યું છે. સુરત સમગ્ર દેશને રાહ ચીંધી શકે તેવી ક્ષમતા ધરાવે છે. લોકોના સહકારથી સુરતમાં 80 કરોડના ખર્ચે સી.સી.ટી.વી. પ્રોજેક્ટ સાકારિત થવાથી ટ્રાફિક નિયમનની સાથે લોકોની સુરક્ષામાં વધારો થયો છે.​​​​​​​

સુરતના વિકાસના મૂળમાં સુરતીઓનો મહેનતકશ મિજાજ છેઃ દર્શના જરદોશ
​​​​​​​રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, 2006ના ભયાનક પૂરની પરિસ્થિતિ સર્જાવા છતાં પણ સુરત ફિનિક્સ પંખીની માફક રાખમાંથી બેઠું થયું છે. સુરતના સર્વાંગી વિકાસના મૂળમાં સુરતવાસીઓનો મહેનતકશ મિજાજ છે. સુરત ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટીઝમાંનું એક છે. ​​​​​​​

જૂન 2023 પહેલાં જ તમામ પ્રોજેક્ટો પૂર્ણ કરી લેવાશે: બંછાનિધી પાની
આગામી દિવસોમાં ટેક્નોલોજીનાં માધ્યમથી લોકોને વધારેમાં વધારે ફાયદો થાય એવા પ્રોજેક્ટો કરીશું. જૂન 2023 પહેલાં જ સ્માર્ટ સિટી હેઠળ આવતા તમામ પ્રોજેક્ટો પૂર્ણ કરી લેવામાં આવશે. હાલમાં 5 પ્રોજેક્ટો કાર્યરત છે. જે ત્રણ ચાર માસમાં પૂરા થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...