તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડીની ફરિયાદ:વેપારી સાથે બેંગ્લુરૂના જવેલરની 9.68 લાખના હીરાની છેતરપિંડી

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારી સાથે બેંગ્લુરૂના જવેલરની 9.68 લાખના હીરાની છેતરપિંડી

કતારગામના હીરાના વેપારી સાથે 9.68 લાખ રૂપિયાના લેબગ્રોન હીરાની છેતરપિંડી કરનાર બેંગ્લુરૂની રોઝ જવેલરીના સંચાલક વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાય છે. કતારગામ શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા જયંતિલાલ દેવરાજભાઇ રીજીયાની વાસ્તાદેવડી રોડ પર હીરાની પેઢી છે. તેમની એક ઓફિસ મુંબઇમાં પણ છે. આ ઓફિસમાં ફરજ બજાવતા સેલ્સમેન સિધ્ધાર્થ શાહે બેંગ્લુરૂ ખાતે આવેલી રોઝ જવેલરીના સંચાલક અનિલ માંગુકીયા (રહે, રામનાશ્રી ચેમ્બર શિવાજી નગર, બેંગ્લુરૂ) પાંચ લેબગ્રોન ડાયમંડ ખરીદવાના હોવાથી તેનો સંપર્ક કર્યો હતો.

અનિલે રૂ.9,68,593માં પાંચ હીરાનો સોદો નક્કી કર્યો હતો. બાદમાં તેણે આ હીરા મહિધરપુરા પીપળાશેરી સહજાનંદ બિલ્ડીંગમાં આવેલી તેમના ઓફિસ પર આપી ત્યાંથી વિપુલ અને ચેતનભાઇ (બંને રહે, આસ્થા રેસિડન્સિ, અમરોલી) પાસેથી પેમેન્ટ લઇ લેવા માટે જણાવ્યું હતું.જેથી જયંતિલાલે પોતાના કર્મચારી ભુપત સાથે હીરા મહિધરપુરાની ઓફિસ પર મોકલ્યા હતા. ઓફિસમાં હાજર ચેતનભાઇએ ભુપત પાસેથી હીરા લઇ લીધા હતા અને તેમના સાથી વિપુલ હરિપુરા ભવાની વડ પાસે આવેલી કે.એમ.આંગડીયા પેઢી પર છે.

તેમની પાસેથી પૈસા લઇ લેવા માટે જણાવ્યું હતું. ભુપત આંગડીયા પેઢી પર ગયા તો ત્યાં વિપુલ ન હતા જ્યારે ફરી મહિધરપુરાની ઓફિસ પર ગયા તો ત્યાં પણ તાળું હતું.આખરે પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતા જયંતિલાલે કતારગામ પોલીસમાં અનિલ માંગુકીયા સહિત ત્રણ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...