સુરતના ક્રાઈમ ન્યુઝ:બંગાળી ઠગ વેપારીએ 20.71 લાખની કિંમતનું કાપડ ખરીદી ઠગાઈ કરી, પેમેન્ટ માટે તારીખ વગરનો ચેક આપ્યો હતો

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
સલાબતપુરા પોલીસ સ્ટેશન (ફાઈલ તસવીર) - Divya Bhaskar
સલાબતપુરા પોલીસ સ્ટેશન (ફાઈલ તસવીર)
  • ઠગ વેપારીએ પેમેન્ટ માટે વાયદા પર વાયદા કર્યા હતા

સુરતમાં રિંગ રોડની ફુદીનાવાડી ખાતે એમ.પેક નામની પેઢીમાંથી રૂ. 20.71 લાખની કિંમતનું કાપડ ખરીદી પેમેન્ટ નહીં ચુકવી વિશ્વાસઘાત કરનાર બંગાળી ઠગ વેપારી વિરૂદ્ધ સલાબતપુરા પોલીસમાં ઠગાઇની ફરિયાદ નોંધાઈ છે.

ભાવતાલ નક્કી કરી ઓર્ડર આપ્યો હતો
રિંગ રોડ સ્થિત ફુદીનાવાડી ખાતે એમ. પેક નામે કાપડનો ધંધો કરતા મહેન્દ્ર શ્યામસુંદર શર્મા (ઉ.વ. 59), (રહે. શ્યામ પેલેસ, વેસુ વીઆઇપી રોડ, સુરત) ના પુત્ર પુનીત સાથે છેલ્લા સાતેક મહિનાથી મોબાઇલ પર સંર્પક કરતા લવીસ ઉર્ફે લવલી સુરેન્દ્ર ભારદ્વાજએ ગત એપ્રિલ મહિનામાં 2.50 અને 3 ગ્રામ કાપડનો ઓર્ડર આપ્યો હતો. લવીસે મારી પાસે બીજા રાજયના વેપારીઓના પણ સંર્પકમાં છે અને તેમનો પણ ઓર્ડર આપવાનો છે એમ કહી રૂબરૂમાં ભાવતાલ નક્કી કરી 9382.70 કિલોગ્રામ રૂ. 20.71 લાખનો ઓર્ડર આપ્યો હતો.

માત્ર વાયદાઓ કર્યા
પેમેન્ટ પેટે તારીખ વગરનો ચેક આપ્યો હતો, પરંતુ, તે કેન્સલ કરી બીજો ચેક આપ્યો હતો. જેથી પુનીતે લવીસે જણાવેલા મહાવીર પોલીફેબ ઇન્ડસ્ટ્રીઝના પ.બંગાળના હાવડાના જે.એન. મુખરજી રોડ સ્થિત એલ.બી. પોલીપેક ગોડાઉન ખાતે માલ ટ્રાન્સપોર્ટમાં મોકલી આપ્યો હતો. પુનીતે ચેક બેંકમાં ડિપોઝીટ કરતા તે રીટર્ન થયો હતો અને પેમેન્ટ ચુકવવા વાયદા પર વાયદા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...