રજૂઆત:કબજો નહીં મળતા વેસુ સુમન આવાસના લાભાર્થીનો મોરચો

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમિશનરે કહ્યું, ટૂંક સમયમાં કબજો સોંપાશે

વેસુમાં આવેલા સુમન મલ્હાર આવાસના લાભાર્થીઓને કબ્જો ન મળતા સોમવારે સુરત પાલિકાની મુખ્ય કચેરીએ મોરચો લઇને આવ્યા હતા. લાભાર્થીઓએ મેયર અને મ્યુ.કમિશનરને રજૂઆત કરી ઝડપથી આવાસનો કબ્જો મળે તે માટે રજૂઆત કરી હતી. છેલ્લા ઘણા સમયથી આવાસનું કામ મંદગતિએ ચાલતા લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હાલમાં આવાસનું 98 ટકા કામ પૂર્ણ થયું છે. પરંતુ એન્વાયરમેન્ટ સર્ટીફિકેટ મળ્યું નથી. એન્વાયરમેન્ટ સર્ટિ.ની જવાબદારી કોન્ટ્રાક્ટરની છે. જો કે સર્ટી. ન મેળવી શકતા મ્યુ.કમિશનરે સ્લમ વિભાગના અધિકારીઓને જીપીબીસી સાથે સંકલન કરી સર્ટી ઝડપથી મેળવવા સુચના આપી છે.

આ મામલે મ્યુ.કમિશનરે જણાવ્યું કે, કામ પૂર્ણતાને આરે છે. બીયુસી સર્ટી કરવા માટે સંબંધિત વિભાગને સુચના અપાઇ છે. ટૂંક સમયમાં કબ્જો અપાશે.

અન્ય સમાચારો પણ છે...