• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Beneficiary Candidates Were Given Postings In The Presence Of The Chief Minister In Surat, The First Appointee Felt Proud

રોજગાર દિવસે નિમણૂંક:સુરતમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં લાભાર્થી ઉમેદવારોને પોસ્ટિંગ અપાયા, પહેલી નિમણૂંક મેળવનારે ગૌરવ અનુભવ્યું

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મિતુલ ઘનશ્યામભાઈ લાઠિયાને કેમિકલ ગ્રુપમાં સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (વર્ગ-3) તરીકે નિમણૂંકપત્ર મળ્યો હતો. - Divya Bhaskar
મિતુલ ઘનશ્યામભાઈ લાઠિયાને કેમિકલ ગ્રુપમાં સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (વર્ગ-3) તરીકે નિમણૂંકપત્ર મળ્યો હતો.
  • કેમિકલ ગ્રુપમાં સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરની વર્ગ-3 માં 15મા સ્થાને મિતુલ લાઠિયા ઉત્તીર્ણ થયેલા

સુરત ખાતે આયોજિત રાજ્યકક્ષાના રોજગાર દિવસ કાર્યક્રમમાં સુરતના 25 વર્ષીય મિતુલ ઘનશ્યામભાઈ લાઠિયાને કેમિકલ ગ્રુપમાં સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (વર્ગ-3) તરીકે નિમણૂંકપત્ર એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે પ્રતિભાવ આપતાં કહ્યું કે, 'રાજ્ય સરકારે અમારા જેવા હજારો યુવાનોને સરકારી નોકરીની તક આપી છે. લાયકાત ધરાવતાં યુવાનો માટે સમયસર અને નિયમિતપણે સ્પર્ધાત્મક ભરતી યોજીને જાહેર સેવામાં જોડાવાની ઉમદા તકો આપી છે. જેથી મારા જ્ઞાનના ઉપયોગથી વિદ્યાર્થીઓના કૌશલ્યમાં પણ વધારો થશે. '

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

પહેલું પોસ્ટીંગ મળતા ગૌરવ
સુરતના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સરકડિયા ગામના વતની અને હાલ સુરતના નાના વરાછા વિસ્તારમાં રહેતાં મિતુલ લાઠિયા જણાવે છે કે, 'ગૌણ સેવા પસંદગી મંડળની વર્ષ 2018-19ની ભરતીમાં કેમિકલ ગ્રુપમાં સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરની વર્ગ-3 સંવર્ગમાં મેરીટમાં 15મા સ્થાને ઉત્તીર્ણ થયો છું. જેથી મને સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર તરીકેનું પહેલું પોસ્ટિંગ માંડવી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં મળતાં હું ખૂબ ગૌરવ અનુભવું છું.'

જાહેર કાર્યક્રમની ઉજવણીમાં લાભાર્થી ઉમેદવારોને નિમણૂંક પત્ર અપાયા હતાં.
જાહેર કાર્યક્રમની ઉજવણીમાં લાભાર્થી ઉમેદવારોને નિમણૂંક પત્ર અપાયા હતાં.

સ્પર્ધાત્મક પરીક્ષામાં મજબૂત મનોબળ જરૂરી
બાળપણથી સરકારી નોકરીનું સ્વપ્ન સેવનાર મિતુલે ધો.12 ઉત્તીર્ણ થયાં બાદ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓમાં વિશેષ ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. સરકારી નોકરીનું તેમનું સ્વપ્ન પૂર્ણ થતાં ખૂબ ખુશ છે. જેનો આનંદ વર્ણવતાં તેઓ વધુમાં જણાવે છે કે, હું મારા જ્ઞાનનો ઉપયોગ વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસમાં કરીશ. અભ્યાસની સાથો-સાથ વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી દેશની પ્રગતિમાં વિદ્યાર્થીઓ યોગદાન આપે એવા પ્રયાસો કરીશ. તેઓ નવ યુવાનોને શીખ આપતાં જણાવે છે કે, સખત મહેનતથી ધારી સફળતા મેળવી શકાય છે. મજબૂત મનોબળ અને લક્ષ્ય ઊંચું રાખવાથી ગમે તેવી મોટી સમસ્યા પણ નાની લાગે છે.

અન્ય સમાચારો પણ છે...