તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:દિવ્યાંગ અને વિધવા સહાયના લાભાર્થીઓને રોકડ રૂ. 1250 બાદ હવે અનાજ પણ મળશે

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • NFSAમાં સમાવી લઈને 3.5 કિલો ઘઉં અને 2 કિલો ચોખા આપવામાં આવશે

શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતી વિધવા બહેનોને આજીવન સહાય આપવાની સાથે હવે તેમને એનએફએસએની વ્યાખ્યામાં સમાવી લઇ અનાજ આપવાનું પણ નક્કી કરાયું છે. દિવ્યાંગ અને વૃદ્ધ પેન્શન લેનારને પણ પ્રાયોગિક ધોરણે અનાજ અપાશે. વિધવા સહાય યોજનાઅંતર્ગત સંતાન 18 વર્ષનું થાય ત્યાં સુધી સહાય રૂપે રૂ.1250 ચુકવાઈ છે. જોકે, બાદમાં વિધવા મહિલાઓને પાછળની જિંદગીમાં પોતાનો ખર્ચ ઉઠાવી શકે તે માટે આજીવન સહાયનો નિર્ણય લેવાયો છે, સાથે હવે વિધવા સહાય યોજનાના લાભાર્થીઓને લિંકઅપ કરીને એન.એફ.એસ.એ હેઠળ સમાવી લઇને વિના મુલ્યે 3.5 કિલો ઘઉં અને 2 કિલો ચોખા આપવામાં આવશે. દિવ્યાંગ અને વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓને પણ એનએફએસએ હેઠળ પ્રાયોગિક ધોરણે લાભ આપવાનું નક્કી કરાયું છે. નવેમ્બર માસથી આ યોજના હેઠળ લાભાર્થીઓને અનાજ વિતરણ કરાશે.

નવી નોંધણી થતા રોજ 200 અરજી આવે છે
વિધવા સહાય યોજનામાં ફેરફાર લાવવામાં આવ્યો છે. જેના સંતાનો મોટા થઇ ગયા હોય તેવી વિધવા બહેનોને પણ સહાય આપવા માટેનો સરકારે નિર્ણય કર્યો છે. વિધવા બહેનો ફરીવાર સહાય માટે ફોર્મ ભરી રહી છે. તેમજ વિધવા બહેનોની નવી નોંધણી પણ થઇ રહી છે. ત્યારે દરરોજ મામલતદાર કચેરીઓમાં કુલ 200 જેટલી અરજીઓ આવી રહી છે. અનાજ સહાય માટે NFSA કાર્ડની વિગતો લિંક કરવાની રહેશે.

વિધવા સહાયના લાભાર્થીને લિંકઅપ કરાશે
વિધવા સહાય યોજના અંતર્ગત દર મહિને મામલતદાર કચેરીમાં નોંધાતા લાભાર્થીઓને આ યોજના સાથે લિંકઅપ કરીને અનાજ આપવામાં આવશે.- આસ્થા સોલંકી, જિલ્લા પુરવઠા અધિકારી, સુરત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો