તપાસમાં ખુલાસો:સાપુતારાની 16 હોટલોમાંથી 20 કરોડના બેનામી વ્યવહાર મળ્યા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ જીએસટીએ હાથ ધરેલી તપાસમાં ખુલાસો
  • 3.56 કરોડની ટેક્સચોરી મળી, 2.51 કરોડનો ટેક્સ ભરાવ્યો

સાપુતારાની 16 જેટલી હોટલ પર એસજીએસટી દ્વારા ધરવામાં આવેલી તપાસમાં રૂપિયા 20 કરોડથી વધુના બેનામી વ્યવહાર મળી આવ્યા હતા. જેની પર અધિકારીઓએ અંદાજે 3.56 કરોડની ટેક્સચોરી શોધી કાઢી હતી. હોટલ માલિકો-વેપારીઓ પાસે સ્થળ પર જ રૂપિયા અઢી કરોડ રૂપિયા ભરાવી દીધા હતા. જપ્ત ડોક્યુમેન્ટની ચકાસણી આગળ વધારી છે એટલે એસેસટમેન્ટ દરમિયાન પણ ગેરરીતિ બહાર આવી શકે છે.

વેચાણ-બુકિંગ હોવા છતાં ટેક્સ નહીં
તપાસમાં અમુક વેચાણો ના દર્શાવીને ઓછો ટેક્સ ભરવામાં આવ્યો હતો. ઉપરાંત કેટલાક કેસમાં ખરીદીની વેરાશાખ મળવા પાત્ર ન હોય તો પણ લેવામાં આવી હતી. ઉપરાંત કોમ્પલીમેન્ટરી રૂમની સેવાઓ ઉપર તેમજ વાઉચર કે કુપન આધારિત રૂમની સેવાઓ પર વેરાકીય જવાબદારી ઉપસ્થિત થતી હતી. વધુમા જીએસટી કાયદા મુજબ જે દરેક વેરો ભરવાનો થતો હોય તેના કરતા ઓછો ટેક્સ ભરવામાં આવ્યો હતો.

ઇન્ટેલિજન્સ-સીસ્ટમ આધારિત ચકાસણી
સ્ટેટ જીએસટીએ હાલ ઇન્ટેલિજન્સ અને સિસ્ટમ આધારિત ચકાસણી પર ભાર મૂકયો છે, જેના લીધે કરચોરીના બનાવો સામે આવી રહ્યા છે. અધિકારીઓએ હાલ 2.41 કરોડની કરચોરી વસુલી છે અને બાકીની ચોરી વસુલવા માટેની કવાયત તેજ કરી છે. માત્ર રેસ્ટોરાં હોય તો પાંચ ટકા અને રૂમ સગવડ સહિતની હોટલ હોય તો 12 ટકા જીએસટી લાગે છે.

અન્ય સમાચારો પણ છે...