આપઘાત:માતા સાથે બોલાચાલી બાદ પાલિકાના બેલદારનો ફાંસો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિંડોલીમાં માતા સાથે બોલાચાલી બાદ પાલિકામાં બેલદાર તરીકે ફરજ બજાવતા યુવકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. 5 વર્ષનો પૌત્ર મસ્તી કરતો હતો જે સહન ન થતા દાદીએ પુત્રને ફરિયાદ કરતા માતા અને પુત્ર વચ્ચે આ મુદ્દે બોલાચાલી થઈ હતી.

મહારાષ્ટ્ર જલગાવના વતની અને ડિંડોલી મહાદેવનગર સોસાયટીમાં રહેતા રાહુલ સાહેબરાવ પાટીલ (30) પાલિકામાં બેલદાર તરીકે ફરજ બજાવતા હતા. માતા સાથે પોતાના પુત્ર બાબતે ઝઘડો થતાં રાહુલે મંગળવારે રાત્રે તેમણે પોતાના ઘરમાં ફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં ડિંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...