છેલ્લા 21 વર્ષથી પાંડેસરાના ચર્ચાસ્પદ મર્ડરના ગુનામાં નાસતા ફરતા આરોપી જયરામ ઉર્ફે જય પંચુ બેહેરાને સચીન GIDC પોલીસે ઝડપી પાડ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 6 આરોપીઓ દ્વારા યુવકને માર મારી અધમૂઓ કર્યા બાદ માથું ધડથી અલગ કરી હત્યા કરી હતી.
અલગ અલગ નામ સરનામા બદલી નાસતો ફરતો હતો
સચીન GIDC પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. પોતાની ધરપકડ તાળવા અલગ અલગ નામ સરનામા બદલી નાસતો ફરતો આરોપી જયરામ ઉર્ફે જય પંચુ બેહેરા (ઉ.વ .42)ની પોલીસને બાતમી મળી હતી. જેથી આરોપીને સચિન GIDC શિવાંજલી સોસાયટીના નાકા પાસેથી પકડી પાડી કરવામાં આવ્યો હતો.
ઘટના શું હતી?
21 વર્ષ પહેલાં પાંડેસરામાં 6 જટેલા આરોપીઓ સાથે મળી યુવકને ગડદા પાટુનો તેમજ ઢીકમુક્કીનો માર મારી અધમુઓ કરી કુહાડીથી ગળાના ભાગે ત્રણ ચાર ઘા માર્યા હતા. આરોપી સીમાંચલ નંદુ ડકવા અને આરોપી શિવરામ ઉદય દલઈએ પોતાની પાસે રહેલ તલવાર વડે યુવકના ગળાના ભાગે તથા પીઠના ભાગે ઉપરા છપરી ઘા માર્યા હતા. આરોપી સુરેશ અરખીત પાત્રા અને આરોપી શંકર કંધ બહેરાએ પોતાની પાસે રહેલ લાકડાના ફટકાથી યુવકના શરીરે આડેધડ માર માર્યો હતો. આરોપી સંતોષ ખડાલ બહેરા તથા આરોપી જયરામ ઉર્ફે જય પંચ બેહેરા પાસે કોઈ હથિયાર ન હોય જેથી આરોપી જયરામે શીવરામ પાસેથી અને આરોપી સંતોષે સિમાંચલ પાસેથી તલવાર લઈને યુવકના ગળાના ભાગે ઘા માર્યા હતા.
કુહાડીથી ઘા મારી ગળું ધડથી અલગ કર્યું હતું
આરોપી વિષ્ણુએ પોતાના પાસેની કુહાડીથી યુવકના ગળાના ભાગે ઉપરા છાપરી ઘા મારી ગળું ધડથી અલગ કરી દઈ કુરતાપૂર્વક હત્યા કરી હતી. ત્યારબાદ યુવકનુ માથું અને ધડ અલગ અલગ જગ્યાએ નાંખી દીધું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.