તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓક્સિજનની માગ:સુરતમાં કોરોનાના કેસ વધતા ત્રણ દિવસ પહેલાં 3500 ઓક્સિજન સિલિન્ડરની માગ હતી તે હવે 6000 થઈ

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઓક્સિજન સિલિન્ડર સપ્લાયરો માગને પહોંચી વળે તેવી સ્થિતિમાં નથી. - Divya Bhaskar
ઓક્સિજન સિલિન્ડર સપ્લાયરો માગને પહોંચી વળે તેવી સ્થિતિમાં નથી.
  • સુરતમાં ઓક્સિજનની ડિમાન્ડ 200 ટન સુધી થઈ

સુરતમાં કોરોના સંક્રમણ વધવાની સાથે ઓક્સિજન પર રહેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જેને કારણે ઓક્સિજન સિલિન્ડરની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. સુરત સિવિલ અને સ્મીમેરમાં ઓક્સિજન સિલિન્ડરની સપ્લાય કરનારના કહેવા પ્રમાણે, છેલ્લા બે દિવસમાં 4 હજારથી લઈને 6 હજાર સુધી નાના-મોટા સિલિન્ડરની માગ શહેરમાં જોવા મળી રહી છે.

ઘરે સારવાર મેળવી રહેલા દર્દીઓની પણ ઓક્સિજનની માગ
સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટેવ કેસનો આંક 67 હજારને પાર કરી ચૂક્યો છે. જેના કારણે ઓક્સિજન સિલિન્ડરની માગમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલ ઓક્સિજનની ડિમાન્ડ 200 ટન જેટલી જોવા મળી રહી છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના દર્દીઓની સાથે ઘરમાં સારવાર મેળવી રહેલા કોરોનાના દર્દીઓને પણ ઓક્સિજનની જરૂર પડી રહી છે.

3500 બાદ 499 અને ત્યારબાદ 6000 ઓક્સિજન સિલિન્ડરની માગ પહોંચી.
3500 બાદ 499 અને ત્યારબાદ 6000 ઓક્સિજન સિલિન્ડરની માગ પહોંચી.

માગ પૂર્ણ કરી શકાય તેની શક્યતાઓ ઓછી
ઓક્સિનસિલિન્ડર સપ્લાયરના કહેવા પ્રમાણે, ત્રણ દિવસ પહેલા 3500 ઓક્સિડન સિલિન્ડરની માગ હતી. જે ગત રોજ 4900 બાદ હવે 6000 જેટલી જોવા મળી રહી છે. ડિમાન્ડ ખૂબ જ વધુ છે. દિવસ-રાત લાીનો લાગે છે પરંતુ માગ પૂર્ણ કરી શકાય તેની શક્યતાઓ ઓછી છે.

કોવિડ હોસ્પિટલમાં 200 દર્દીઓ ઓક્સિજન પર છે.
કોવિડ હોસ્પિટલમાં 200 દર્દીઓ ઓક્સિજન પર છે.

સિવિલ-સ્મીમેરમાં 508 દર્દીની હાલત ગંભીર
સિવિલ હોસ્પિટલમાં 388 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે પૈકી 300 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 18 લેન્ટિલેટર, 82 બાઈપેપ અને 200 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 241 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે પૈકી 208 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 13 વેન્ટિલેટર, 42 બાઈપેપ અને 154 દર્દી ઓક્સિજન પર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો