સુરત શહેરમાં ચોતરફ દિવાળી પર્વની અતિભવ્ય ઉજવણી થઈ રહી છે. ઔદ્યોગિક નગરી સુરત કોરોનાકાળ બાદ ફરી એક વખત વેગવંતી થઈ છે. તમામ ક્ષેત્રની અંદર ખૂબ જ સારી રીતે રોજગાર-ધંધાઓ ધમધમી ઊઠ્યા છે. છેલ્લા દસ- પંદર દિવસમાં સુરતની તમામ માર્કેટોમાં ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો હતો.
સુરત શહેરને ચારેતરફથી શણગારી દેવામાં આવ્યું છે. શહેરમાં નવાં તૈયાર કરાયેલાં બ્યુટિફિકેશન સર્કલો આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. દિવાળીનો ઝગમગાટ સુરત શહેરની અંદર સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. ઔદ્યોગિક નગરીની અંદર લોકો ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે.
સુરતના મોટા ભાગનાં સર્કલ લાઈટિંગથી શણગારાયાં
સુરત શહેરના અડાજણ ગેસ સર્કલ, જાગીરપુરા સર્કલ, મજુરાગેટ સરકાર, એસવીએનઆઈટી સર્કલ, સરથાણા વગેરે જેવા વિસ્તારોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લાઇટિંગ કરવામાં આવી છે. બ્યુટિફિકેશન કરાયેલા પિપલોદ વિસ્તારની અંદર પણ રોશની ખૂબ જ આકર્ષક બની રહી છે.
કોર્પોરેશન દ્વારા લાઈટિંગ કરવામાં આવી
સુરત કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે શહેરભરની અંદર લાઈટિંગ કરવામાં આવી છે. શહેરના અલગ-અલગ જ્ગ્યાએ, કેબલ સ્ટેઇડ બ્રિજ નવનિર્મિત પાલ બ્રિજ વગેરે તમામ જગ્યા પર રોશની કરવામાં આવી છે.
શહેરના પોશ વિસ્તારમાં ભવ્ય રોશની કરાઈ
રીંગ રોડ વિસ્તારની જે ખાનગી ઇમારતો છે તેમજ ટેક્સટાઇલ માર્કેટો, વરાછા વિસ્તાર, પિપલોદ વિસ્તાર, સિટીલાઇટ જેવા પોશ વિસ્તારમાં ભવ્ય રોશની કરવામાં આવી છે. અલગ-અલગ શોપિંગ મોલ, શોપિંગ કોમ્પ્લેક્સમાં પણ આકર્ષક રોશની જોવા મળી રહી છે. સુરત શહેર ચારેતરફથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યા હોય એવાં દૃશ્યો દેખાઈ રહ્યાં છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.