તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત શહેર માટે માર્ચ મહિનો સૌથી વધુ ઘાતક રહ્યો છે. છેલ્લા એક મહિનામાં સુરત સિટીમાં 10025 કેસનો વધારો થયો છે. જેમાં સૌથી વધુ 2494 કેસ પોશ વિસ્તાર અઠવામાં નોંધાયા છે. જ્યારે રાંદેરમાં 1750 કેસનો વધારો થયો છે. નવા સ્ટ્રેનના કેસ આવ્યા બાદ આ વધારો થયો હોવાનું પાલિકા દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જ્યારે કોરોનાના કેસોને પગલે શહેરની કેટલીક પ્રાઈવેટ હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
પાંચ ઝોનમાં 1 હજારથી વધુ કેસનો વધારો
સુરત શહેરમાં છેલ્લા 1 મહિનામાં આઠ ઝોન પૈકી પાંચ ઝોનમાં કોરોનાના કેસમાં વધુ વધારો નોંધાઈ રહ્યો છે. જ્યારે અન્ય ત્રણ ઝોનમાં પણ સ્થિતિ ધીમીધીમે ખરાબ થતી જઈ રહી છે. જેમાં સૌથી વધુ કેસ અઠવા ઝોનમાં 2494 કેસ વધ્યા છે. ત્યારબાદ રાંદેરમાં 1750, લિંબાયતમાં 1197, કતારગામમાં 1012, ઉધનામાં 1003 કેસનો વધારો થયો છે. જ્યારે વરાછા-એ ઝોનમાં 909, સેન્ટ્ર ઝોનમાં 888 અને વરાછા-બી ઝોનમાં સૌથી ઓછા 772 કેસનો વધારો થયો છે.
કેટલીક પ્રાઈવેટ હોસ્પિટલોમાં બેડ ફુલ થયા
શહેર જિલ્લામાં સતત વધી રહેલા કોરોનાના કેસોને પગલે શહેરની કેટલીક પ્રાઈવેટ હોસ્પિટલોમાં બેડ ફુલ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે પાલિકા પાસેથી મળતી માહિતી મુજબ શહેરની પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે 1810 બેડની વ્યવસ્થા છે. જેમાંથી 924 બેડ પર દર્દીઓ દાખલ છે. જ્યારે 886 બેડ હજી ખાલી હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. આ સાથે દાખલ દર્દીની સંખ્યા વધતા નવી સિવિલની 10 માળની કોવિડ હોસ્પિટલમાં વધુ બે માળ શરૂ કરાતા હવે તમામ 10 માળ પર સારવાર શરૂ કરવામાં આવી છે. અને પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં મલ્ટીલેવલ પાર્કિંગ સ્મીમેર પ્લસમાં બે માળ શરૂ કરાયા છે. સિવિલ તંત્ર દ્વારા આરોગ્ય વિભાગ પાસે વધુ 200 વેન્ટીલેટરની માંગ કરાઇ છે.
1700 જેટલા વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન
શહેર જિલ્લામાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 3760 થઈ ગઈ છે. શહેરમાં ફેબ્રુઆરી મહિનાના અંતે માત્ર 320 માઈક્રો કન્ટેનઈમેન્ટ ઝોન હતા. જે વધીને 1700થી વિસ્તારોને માઈક્રો કન્ટેનઈમેન્ટ ઝોન જાહેર કરાયા છે. માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા વધવા છતાં સંક્રમણ દર પર કાબૂ મેળવવામાં તંત્રને સફળતા મળી રહી નથી. પ્રતિ દિવસ 50 જેટલા એરિયા વધી રહ્યા હોવાની માહિતી મળી છે.
અઠવા વિસ્તારમાં વધુ કેસના પગલે તંત્ર એલર્ટ
અઠવા વિસ્તારમાં છેલ્લા 1 મહિનામાં 2494 કેસનો વધારો થયો છે. જેના પગલે તંત્ર દ્વારા જ્યાં કેસ આવે છે તે વિસ્તારના માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યો છે. હાલ અઠવા વિસ્તારમાં 100થી વધુ માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર છે. જેમાં કેટલીક સોસાયટીઓને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે. આ સાથે પોલીસ અને પાલિકાની સંયુક્ત ટીમ બનાવી સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.