તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતની જાણીતી અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયા દ્વારા યુવતીને કારથી અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. તેને લઈને છેલ્લા ઘણા દિવસથી સુરત શહેરમાં રાજકારણ ગરમાયું છે. સુરતની રાજકીય આગેવાન મહિલાઓ મહિલા તપાસ અધિકારી એલ.એમ. ચૌધરી પર ઝાટકણી કાઢી રહી છે. કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીની મહિલા નેતાઓ દ્વારા અતુલ વેકરિયા પ્રકરણમાં તપાસને લઈને શંકા વ્યક્ત કરાઈ રહી છે. હિટ એન્ડ ડ્રિંક પ્રકરણમાં મહિલા પોલીસ અધિકારીએ મૃતક મહિલાને ન્યાય અપાવવા માટે જે સત્ય સાથે વળગી રહીને તટસ્થ તપાસ કરવી જોઈતી હતી, પણ જોકે ઉમરા પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઇ. એલ.એમ. ચૌધરી રાજકીય હાથો બની રહ્યાં છે. પી.એસ.આઇ. યોગ્ય કામગીરી ન કરીને એક મહિલાને જાણે ન્યાયથી વંચિત રાખવાના પ્રયાસ કરાયા હોઈ, જે તેઓ અત્યારસુધી કેસમાં આવેલી ચોંકાવનારી માહિતીઓ પરથી લાગી રહ્યું છે.
રાજકીય નેતાઓના દબાણમાં હળવી કલમો લગાવી
આમઆદમી પાર્ટીની મહિલા કોર્પોરેટર નિરાલી દેસાઈએ જણાવ્યું હતું કે જ્યારે કોઈ મહિલા સાથે અન્યાય થતો હોય છે ત્યારે તેની તપાસ કોઈ મહિલા અધિકારી દ્વારા કરાવવામાં આવે તેવી માગણી કરવામાં આવે છે, પરંતુ સુરત ઉમરા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં મહિલા પોલીસ અધિકારીએ મૃતક ઉર્વશી ચૌધરીને ન્યાય અપાવવા માટે સત્યનો સાથ આપ્યો નથી. તેઓ માત્ર રાજકીય નેતાઓનો હાથો બનીને કામ કરી રહ્યાં હોય એવું લાગે છે. સમગ્ર પ્રકરણમાં ઘટનાસ્થળ ઉપર જે પણ કંઈ થયું એ મીડિયાના માધ્યમથી તમામ લોકોની સમક્ષ આવ્યું હતું. પ્રથમ દૃશ્યમાં જોઈએ ત્યારે જ માલૂમ પડી જાય કે અતુલ વેકરિયા નશાની હાલતમાં હોઈ મહિલાને કચડી નાખતાં તેનું મોત થયું છે. તો આવા ગંભીર કેસમાં તપાસ અધિકારીએ શરૂઆતના તબક્કામાં જ ગંભીર કલમ લગાડીને તેને જામીન ન મળે એના માટે પ્રયાસ કરવા જોઈતા હતા, પરંતુ તેઓ માત્ર રાજકીય નેતાઓના દબાણમાં આવીને હળવી કલમો લગાવીને તેને જામીન આપી દીધા હતા.
પોલીસે રાજકીય દબાણમાં યોગ્ય કામગીરી કરી નથી
આમઆદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ પટેલે જણાવ્યું હતું કે મહિલા તરીકે અમને અપેક્ષા હતી કે મૃતક યુવતીને ન્યાય મળશે. પી.એસ.આઇ. પોલીસ મહિલા તપાસ અધિકારીએ ઉર્વશીને ન્યાય મળે એવા પ્રયાસ કરવાની જરૂર હતી, પરંતુ તેઓ પણ રાજકીય નેતાઓને સરન્ડર થઈ ગયા અને તેમણે એક મહિલાને ન્યાય અપાવવાને બદલે રાજકીય દબાણમાં યોગ્ય કામગીરી કરી નથી એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
પોલીસ સત્યનો સાથ નથી આપી રહી
આપના નેતા કુંદન કોઠિયાના કહેવા મુજબ, અમે જ્યારે મૃતક ઉર્વશી ચૌધરીને ન્યાય અપાવવા માટે વિરોધ કરી રહ્યા હતા ત્યારે અમારી સાથે પોલીસે જે બર્બરતાપૂર્વક કૃત્ય કર્યું છે એ નીંદનીય છે. મહિલા પોલીસ અધિકારીઓ પણ તેમના ઉપરી અધિકારીઓ અને રાજકીય નેતાઓના વહાલા થવા માટે અમારી સાથે આરોપી જેવો વ્યવહાર કર્યો હતો. એ જ બતાવે છે કે મૃતક યુવતીને ન્યાય અપાવવા માટે પોલીસ સત્યનો સાથ નથી આપી રહી, કોઈકના દબાણમાં કામ કરી રહી છે.
ગંભીર કેસમાં આરોપીને જામીન ન મળવા જોઈએ
કોંગ્રેસ મહિલા મોરચાનાં પ્રમુખ છાયા ઠાકુરે કહ્યું હતું કે મહિલા તપાસ અધિકારી હોય ત્યારે સ્વાભાવિક રીતે જ યુવતીના પરિવારને અને યુવતીને ન્યાય મળશે એવી આશા બંધાઈ જાય છે, પરંતુ આજે અતુલ વેકરિયા આટલી મોટી ઘટનાને અંજામ આપી દીધા બાદ પણ જામીન મેળવીને પોલીસ સકંજામાંથી દૂર છે. આવા ગંભીર કેસમાં આરોપીને જામીન ન મળવા જોઈએ, પરંતુ મહિલા તપાસ અધિકારીએ કરેલી નબળી કામગીરીને કારણે આજે અતુલ વેકરિયા જેવા આરોપી કે જે દારૂના નશામાં નિર્દોષ યુવતીને કચડીને મોતને ઘાટ ઉતારી દીધી છે છતાં પણ બેખોફ થઈને બહાર ફરી રહ્યો છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.