તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Became Pregnant After Having An Affair With A Lover Living In The Same Apartment, Godadra's Statement In The Newborn Case

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવતીનું નિવેદન:એપાર્ટમેન્ટમાં જ રહેતા પ્રેમી સાથે સંબંધ બંધાતા ગર્ભવતી બની હતી, નવજાત કેસમાં ગોડાદરાની યુવતીનું નિવેદન

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ગોડાદરામાંથી નવજાત બાળક મળી આવવાના બનાવમાં પોલીસે યુવતીનો જવાબ લીધો છે. તેના પ્રેમીએ તેની સાથે સંબંધ બાંધતા તે ગર્ભવતી બની હતી. ગોડાદરા પોલીસે યુવકની પણ પૂછપરછ કરી છે.ગોડાદરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર ગોડાદરામાં પ્રમુખ આરણ્ય એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી રવિવારે રાત્રે નવજાત બાળક મળી આવ્યું હતું. તપાસમાં ખબર પડી કે તેજ વિસ્તારમાં રહેતી સંગીતા ( નામ બદલ્યું છે) ગર્ભવતી હતી અને તેને બાળકને જન્મ આપીને તેણે ત્યજી દીધું હતું. તે પણ હાલ હોસ્પિટલમાં દાખલ છે.

હોસ્પિટલે સંગીતાને રજા આપતા પોલીસે પુછપરછ કરી હતી ત્યારે ખબર પડી કે સંગીતા જે એપાર્ટમેન્ટમાં રહે છે તે જ એપાર્ટમેન્ટમાં રહેતા એક યુવક સાથે તેનો પ્રેમ સંબંધ હતો. તેઓ વચ્ચે સહમતિથી શરીર સંબંધ બંધાયો હતો. તેના કારણે તે ગર્ભવતી બની હતી. સંગીતાના માતા-પિતા રાજસ્થાનમાં રહે છે. અહીં તે તેના ભાઈ-ભાભી સાથે રહે છે. સંગીતાનો પ્રેમી યુવક પણ રાજસ્થાની છે. સંગીતા યુવક વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી. હાલ યુવક અને યુવતીના પરિવાર વચ્ચે સમાધાનની વાતો ચાલે છે. ગોડાદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.ડી.ગામીતે જણાવ્યું હતું કે સંગીતા યુવક વિરુદ્ધ કોઈ પણ ફરિયાદ આપશે એટલે પોલીસ ફરિયાદ લઈ લેશે. સંગીતા પુખ્ત વયની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો