તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સ્કૂલ-હોસ્ટેલ આઈસોલેશન સેન્ટર બન્યા, 60ને સારવાર

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આઈસોલેશન સેન્ટરમાં નિ:શુલ્ક સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓ. - Divya Bhaskar
આઈસોલેશન સેન્ટરમાં નિ:શુલ્ક સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓ.
  • કામરેજના વલણમાં 1 દર્દી દીઠ 1 રૂમ અપાયો

કોરોના મહામારીમાં કામરેજના વલણ ગામમાં પતંજલિ સ્કૂલના સંચાલકોએ દર્દીઓની સેવા માટે સ્કૂલ કેમ્પસ અને હોસ્ટેલ બિલ્ડીંગને આઈસોલેસન સેન્ટરમાં ફેરવી છે. શાળા સંચાલક પ્રકાશ લહેરીએ જણાવ્યું કે,અત્યારે શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે હોસ્ટેલ અને સ્કૂલનો સદુપયોગ થાય તે હેતુથી પ્રયાસ કર્યો છે. અમારી પાસે ખૂબ મોટી જગ્યા છે.

60 જેટલા દર્દીને વ્યક્તિગત રીતે એક રૂમ ફાળવી છે. ચા પાણી નાસ્તો બે ટાઇમ જમવાનું તેમજ ડોક્ટરની ગાઈડલાઈન મુજબ દવા આપવામાં આવે છે.ઓક્સિજનની પણ સુવિધા છે. જ્યાં સુધી આરામ કરવો હોય ત્યાં સુધી રૂમમાં અને પછી બહાર પણ થોડા થોડા અંતરે ખુરશીઓ મૂકી છે જેથી બહારના વાતાવરણનો પણ લાભ લઇ શકે.તમામ સેવા નિ:શુલ્ક અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...