ક્રાઈમ:સુરતમાં બ્યૂટી પાર્લર ચલાવવા મહિલાએ વ્યાજે લીધેલા રૂપિયા ન ચૂકવી શકતા કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરણિતાને એકવાર બેભાન કરી દુષ્કર્મ ગુજાર્યા બાદ બે વર્ષ સુધી અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આરોપીએ આચર્યું હતું.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
પરણિતાને એકવાર બેભાન કરી દુષ્કર્મ ગુજાર્યા બાદ બે વર્ષ સુધી અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આરોપીએ આચર્યું હતું.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • ઠંડા પીણામાં કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ ગુજારી પતિને કહી દેવાની ધમકી આપી હતી

મોટા વરાછાના સુદામા ચોક ખાતે રહેતી 30 વર્ષિય પરણિતાને બ્યૂટી પાર્લર માટે સાડા પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા હતાં. જે નાણા ચૂકતે કર્યા બાદ મહિલાને વ્યાજ પેટે નાણા વસૂલવાની ધમકી આપી વરાછા, કામરેજ તથા સગા સંબંધીઓના ઘરે લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજારનાર રાજેશ હન નામનો આરોપી ફરાર થઈ ગયો હોવાનો બનાવ અમરોલી પોલીસ મથકમાં નોંધાતા આ ઘટનાની તપાસ પોલીસે ગુનો નોંધી હાથ ધરી છે. આરોપીએ પહેલીવાર ઠંડાપીણામાં કેફી દ્રવ્ય નાખી દઈને દુષ્કર્મ ગુજારી પતિને કહી દેવાની ધમકી આપી બે વર્ષથી વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો.

ધમકી આપી દુષ્કર્મ ગુજારતો
અમરોલી પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર કતારગામ કોઝ વે ચાર રસ્તા ગંગા રેસિડેન્સી ખાતે રાજેશભાઈ બાધાભાઈ હન રહે ચે. તેમની પાસે મોટા વરાછા સુદામા ચોક ખાતે રેતી પરણિતાએ બ્યૂટી પાર્લરના ધંધા માટે રૂપિયા સાડા પાંચ લાખ વ્યાજ પર લીધા હતા. વ્યાજ સાથેની રકમ ચૂકતે કર્યા બાદ પણ આરોપી રાજેશ હન ગત મહિનાઓમાં પરણિતાને વ્યાજ વસૂલવાની ધમકી આપી વરાછાની આશિર્વાદ હોટલ, કામરેજની હોટલ તથા સગા સંબંધીઓને ત્યાં લઈ જઈ મરજી વિરૂધ્ધનો શારીરિક સંબંધ બાંધીને બળજબરી કરી ધમકી આપતો હતો.

પતિએ છૂટાછેડા આપ્યા
પરણિતા સાથે રાજેશ શારીરિક સંબંધ ધરાવતો હોવાની જાણ રાજેશે કરી કે અન્ય કોઈએ પરંતુ પતિને જાણ થતાં તેણે પરણિતાને છૂટાછેડા આપી દીધા હતાં. અમરોલી પોલીસ મથકમાં પરિણીતાએ આરોપી રાજેશ વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ આપી છે. પોલીસે દુષ્કર્મ અને વ્યાજે નાણા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.મોટા વરાછાની મહિલાએ બ્યુટી પાર્લર શરૂ કરવા માટે લીધેલા નાણાંની મુદ્દલ ચુકવી દીધી હોવા છતાં વ્યાજની માંગણી કરીને ત્યક્તા પર બળાત્કાર ગુજાર્યાનો બનાવ અમરોલી પોલીસમાં નોંધાયો છે.પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, મોટા વરાછાના સુદામા ચોક વિસ્તારમાં રહેતી મોહિની ઉવ.30(નામ બદલ્યું છે)એ બે વર્ષ પહેલા બ્યુટી પાર્લર શરૂ કરવા સિંગણપોર કોઝવે ચાર રસ્તા પાસે ગંગા રેસીડેન્સીમાં રહેતા પરિચિત રાજેશ બોઘા હન પાસેથી રૂ.5.50 લાખ વ્યાજે લીધા હતા.

ત્યારબાદ રાજેશે એક દિવસ મોહિનીને કારમાં બેસાડી ઠંડા પીણામાં કેફી પદાર્થ પીવડાવી વરાછાની એક હોટલમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. અને આ અંગે તારા પતિને કહેશે તો તારો ઘર સંસાર બરબાદ કરી નાખીશ એ‌વી ધમકી આપી હતી. આ બાબતની જાણ પતિને થતા બે વર્ષ પહેલા છુટાછેડા આપી દીધા હતા. જોકે, ત્યાર બાદ મોહિનીએ રાજેશને મુદ્દલ ચૂકવી દીધી હોવા છતાં રાજેશ તેની પાસે વ્યાજની માંગણી કરી કામરેજની હોટલ તથા તેના સંબંધીના ઘરે લઇ જઇ બળાત્કાર ગુજારતો હતો.

રાજેશનો ત્રાસ વધતા મોહિનીએ વાત કરવાનું બંધ કરી દીધું હતું. મોહિનીના આ વર્તનથી ઉશ્કેરાયેલા રાજેશે મારી સાથે વાત કેમ નથી કરતી તેમ કહીં ગાળો આપી મારી સાથે વાત નહીં કરશે તો તારા પિતાને જાનથી મારી નાખીશ અને તારી છોકરીને પણ લઇ જતો રહીશ એવી ધમકી આપી હતી. આખરે ગભરાઈ ગયેલી મોહિનીએ અમરોલી પોલીસ મથકમાં ફાયનાન્સર રાજેશ હન વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.