એક કલાક ચાલ્યો તમાશો:સુરતમાં રસ્તા પર નશાખોરની બબાલ, પહેલા ભાઈને ફટકાર્યો, પછી 108 એમ્બ્યુલન્સ આગળ સૂઈ ગયો; પોલીસ પહોંચી તો તેને પણ મારવા દોડ્યો!

સુરત12 દિવસ પહેલા
નશાખોર યુવકને પકડી પોલીસને સોંપવામાં આવ્યો.
  • પોલીસ અને TRBના જવાનોએ માંડ માંડ મામલો થાળે પાડ્યો

સુરત સિવિલ ચાર રસ્તા નજીક એક નશાખોરની જાહેરમાં ધોલાઈ કરવામાં આવી હતી. ઇજાગસ્ત ભાઈને પથ્થર અને લાકડાના ફટકાથી મારી નાખવાની કોશિશ કરનાર નશાખોર ભાઈ કાબૂ ન આવતાં આખરે લોકોને જાહેરમાં ફટકારવાની ફરજ પડી હતી. સારવાર માટે લઈ જવાતા ભાઈની 108 એમ્બ્યુલન્સ સામે રોડ પર સૂઈ જઈ જાહેરમાં તમાશો કરનારને આખરે પકડીને પોલીસ પીસીઆર વાનને સોંપાતાં મામલો થાળે પડ્યો હતો. લગભગ કલાક સુધી ચાલેલા આ વિવાદમાં બન્ને ભાઈઓ નશાખોર અને ફૂટપાથ પર રહેતા હોવાનું સામે આવ્યું હતું.

નશાખોર યુવકને જાહેરમાં ફટકારી જમીન પર પાડી દીધો
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ફૂટપાથ પર જ રહેતા એક પરિવારનું પાકીટ ચોરીને લઈ બન્ને ભાઈઓ સાથે જાહેરમાં ઝઘડો થયો હતો. ત્યાર બાદ નશાખોર ભાઈ હાથમાં દંડો લઈ આરોપ લગાડનાર પરિવાર પર તૂટી પડતાં મામલો બગડ્યો હતો. જોકે સામા પક્ષે એ જ દંડા વડે નશાખોર યુવકને જાહેરમાં ફટકારી જમીન પર પાડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ સિવિલ ચાર રસ્તા પર તહેનાત પોલીસકર્મચારીઓ અને ટીઆરબીના જવાન બન્ને પક્ષકારોને છોડાવવા દોડી આવ્યા હતા.

પોલીસકર્મચારીએ તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં ફોન કરી મદદ માગી.
પોલીસકર્મચારીએ તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં ફોન કરી મદદ માગી.

પોલીસકર્મચારી સાથે જીભાજોડી બાદ પથ્થર લઈ મારવા દોડ્યો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બસ, આ વાતને લઈ નશાખોર બીજો ભાઈ ઉગ્ર બની ગયો હતો. ફરજ બજાવતા પોલીસકર્મચારી સાથે જીભાજોડી બાદ પથ્થર લઈ મારવા સામે આવી ગયો હતો. પોલીસકર્મચારીએ તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં ફોન કરી મદદ માગી હતી. દરમિયાન લોકો ભેગા થઈ જતાં નશામાં ચૂર ભાઈ જમીન પર પડેલા ઇજાગ્રસ્ત ભાઈને મારી નાખવા બૂમો પાડી દંડા અને પથ્થર લઈ તેની પર હુમલો કરવા વારંવાર આવી રહ્યો હતો.

ભાઈ ઈજાગ્રસ્ત હોવા છતાં માર મારવા દોડી આવતો હતો.
ભાઈ ઈજાગ્રસ્ત હોવા છતાં માર મારવા દોડી આવતો હતો.

બેભાન પડેલા ભાઈને નશાખોર ભાઈથી બચાવ્યો
તેમણે જણાવ્યું હતું કે લગભગ 30 મિનિટ સુધી પોલીસ જવાન અને ટીઆરબી જવાનોએ જમીન પર બેભાન પડેલા ભાઈને નશાખોર ભાઈથી બચાવ્યો હતો. ત્યાર બાદ 108 આવતાં સારવાર માટે લઈ જવાતાં ભાઈને સ્ટ્રેચર પરથી ફેંકી ઓક્સિજન બોટલ વડે મારવાનો પ્રયાસ કર્યો હતો. આ બધું નજરે જોઈ રહેલી લોકોની ભીડનો ગુસ્સો બહાર આવતાં લોકોએ નશાખોરની જાહેરમાં ધોલાઈ કરવા મજબૂર બન્યા હતા.

ઈજાગ્રસ્ત ભાઈને સારવાર માટે પણ લઈ જવા તૈયાર નહતો.
ઈજાગ્રસ્ત ભાઈને સારવાર માટે પણ લઈ જવા તૈયાર નહતો.

માંડ માંડ મામલો થાળે પડ્યો
નશાખોર ભાઈને સારવાર માટે લઈ જતી 108 એમ્બ્યુલન્સની સામે સૂઈને મારી લાશ પરથી ગાડી લઈ જાઓની બૂમો પાડી આખો વિસ્તાર માથે ઉપાડી લીધો હતો. જોકે પોલીસકર્મચારી અને રાહદારીઓએ એમ્બ્યુલન્સ સામે સૂઈ ગયેલા નશાખોરને ઉપાડીને લઈ ફૂટપાથ પર બેસાડતાં પોલીસની પીસીઆર વાન આવી ગઈ હતી. માંડ માંડ મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...