તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીડિયો વાઇરલ:સુરતમાં પાકિટ ચોરને રંગેહાથ ઝડપી જાહેરમાં મેથીપાક, રોષે ભરાયા યુવાનોએ લાકડાના ફટકા વડે માર માર્યો

સુરત20 દિવસ પહેલા
પાકિટ ચોર યુવાના ખિસ્સામાંથી પાકિટ મળી આવતા માર માર્યો હતો.
  • ચોરને માર મારવાની ઘટનામાં હજી કોઈ ફરિયાદ દાખલ થઈ નથી

સુરતમાં મોબાઈલ સ્નેચરોના આતંક વચ્ચે લોકોએ એક પાકિટ ચોર આજે રંગેહાથે ઝડપાતા જાહેરમાં મેથીપાક આપતો વીડિયો વાઇરલ થયો છે. વાઈરલ વીડિયો સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા સાંતાનગરનો હોવાની ચર્ચા છે. પાકિટ ચોરને સ્થાનિક લોકોએ પકડીને લાકડાના ફટકા વડે અને ઢીક્ક મુક્કાનો માર મારતો વીડિયો સોશિયલ મીડિયા વાઇરલ થયા બાદ પણ પોલીસે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.

યુવાનના ખીસ્સામાંથી પાકિટ મળ્યું હતું
લોકોએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિનું પર્સ ગાયબ થઈ જતા તાત્કાલિક બધાના ખીસ્સાઓ ચેક કરતા એકના ખિસ્સામાંથી પાકિટ મળી આવતા બીજા યુવાનો ઉશ્કેરાયા હતા અને પાકિટ ચોર પર તૂટી પડ્યા હતા. પાકિટ ચોર પણ નજીકના વિસ્તારનો જ હોવાથી તેને લાકડાના ફટકા અને ઢીક્ક મુક્કાથી માર માર્યો હતો.

પાકિટ ચોરનો શર્ટ પણ ફાડી નાખ્યો હતો.
પાકિટ ચોરનો શર્ટ પણ ફાડી નાખ્યો હતો.

ઇજાગ્રસ્ત પાકિટ ચોર ઘટના સ્થળેથી જતો રહ્યો
વધુમાં જણાવ્યું હતું કે આજે સવારની આ ઘટનામાં હજી કોઈ ફરિયાદ દાખલ થઈ નથી. જોકે યુવકને માર મારતો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસ એલર્ટ બની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્ત પાકિટ ચોર પણ થોડીવાર બાદ ઘટના સ્થળેથી જતો રહ્યો હોવાનું લોકોએ જણાવ્યું છે.

યુવાનના ખિસ્સામાંથી પાકિટ મળી આવતા માર માર્યો હતો.
યુવાનના ખિસ્સામાંથી પાકિટ મળી આવતા માર માર્યો હતો.