તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

70 વર્ષનાં ‘ફાઇટર’ દાદી:ઓક્સિજન લેવલ 60 થયું છતાં 8 દિવસે કોરોનાને હરાવ્યો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વરાછાના કોમ્યુનિટી હોલમાં ચાલતા કોવિડ આઈસોલેશન સેન્ટરમાં બુધવારે 70 વર્ષના લાભુબેન સાવલિયાએ 8 દિવસમાં કોરોનાને હરાવ્યો હતો. જ્યારે તેમને દાખલ કરવામાં આવ્યા ત્યારે ઓક્સિજન લેવલ 60 થઇ ગયું હતું.

ડો.વિકાસ ગાંગાણી કહે છે કે ‘દાખલ કર્યા ત્યારથી જ તેમને છ લિટર ઓક્સિજન અપાતું હતું અને તે મેઇન્ટેઇન થાય તે માટે ઉંધા સુવડાવવામાં આવતા હતા. તેમને હાઈપોક્સિયા હોવાથી સ્ટિરોઈડના ઈન્જેક્શન સહિતની દવા આપવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી તેઓ રૂમએર પર સ્ટેબલ હોવાથી ઓક્સિજન હટાવી લેવામાં આવ્યો હતો. બુધવારે તેમને ડિસ્ચાર્જ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...