તજવીજ:નીરો પીતા પહેલાં ચેતજો, 14માંથી 4 સેમ્પલ ઉતરતી કક્ષાના નીકળ્યાં

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેકરિન કેમિકલ ભેળવાતું હોવાનો ફૂડ લેબનો રિપોર્ટ
  • પાલિકાએ 3 સંસ્થા સામે ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરી

નીરો પીવો નિરોગી રહો.. કહેવત શહેરમાં કેટલાંક નીરા કેન્દ્ર માટે બંધ બેસતી નથી. ઘણા વિક્રેતાઓ નીરામાં સેકરીન નાંખીને વેચી રહ્યાં હોઇ જોખમી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પાલિકાના ફૂડ વિભાગે શહેરના 15 કેન્દ્રો પરથી 16 સેમ્પલ લીધાં હતાં જેને લેબમાં મોકલ્યા તો 4 સેમ્પલો ઉતરતી કક્ષાના નિકળ્યા છે. જેથી ત્રણ સંસ્થાસામે પાલિકાએ એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરી છે. સેકરીન આર્ટિફિસીયલ છે તેનો ઘોળ બનાવી નીરાના એક માટલામાંથી બે માટલા બનાવી વેચાય છે. આ મીઠું સેકરીન આરોગ્ય માટે જોખમી હોય શકે છે.

આ રીતે નુકસાનકારક
આરોગ્ય વિભાગે જણાવ્યું કે, એક અભ્યાસ મુજબ, સુક્રાલોઝ અને એસ્પાર્ટમ આંતરડામાં બેક્ટેરિયાનું સંતુલન બગાડે છે. સ્થૂળતા, આંતરડાના બેક્ટેરિયામાં ફેરફાર ટાઇપ ટુ ડાયાબિટીસ થાય છે. ગળાને નુકશાન, બળતરા, આંતરડાના રોગ, કેન્સરનું પણ જોખમ છે.

આ સંસ્થાઓ સામે ગાળિયો

  • શ્રી ચોર્યાસી અને ઓલપાડ તાલુકા નીરા અને તાડગોળ ઉત્પાદક સ.મં.લી., બુંદેલાવાડ, ભાગળ
  • નુતન ગ્રામોદ્યોગ મંડળ, લાજપોર, ચોર્યાસી
  • મરોલી તડગામ નીરા તાડગોળ ગ્રા. સંઘ, મરોલી, તાલુકો ઉમરવાડા.
અન્ય સમાચારો પણ છે...